ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને કેસિનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. એક લાખ કરોડથી વધુની કરચોરીના કેસમાં સર્વોચ્ચ અદાલતે કારણ બતાવો નોટિસ પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય:
- જીએસટી નોટિસ પર રોક:
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ₹21,000 કરોડના જીએસટી નોટિસ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે. - વિદેશી કંપનીઓ માટે નોંધણી ફરજિયાત:
1 ઓક્ટોબર 2023ના સુધારાના આધારે વિદેશી ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં જીએસટી માટે નોંધણી ફરજિયાત કરાઈ હતી. આ મુદ્દે કોર્ટે ફરી ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. - કારણ બતાવો નોટિસ:
જીએસટી વિભાગે 2023માં આ ઉદ્યોગમાં મોટી માત્રામાં કરચોરીના આરોપો સાથે નોટિસ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટની હાલની રાહત આ નોટિસની કાયદાકીયતા પર પ્રશ્ન ઉઠાવે છે.
સ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે ઓનલાઈન ગેમિંગ ફર્મને આપવામાં આવેલી રૂ. 21,000 કરોડની GST નોટિફિકેશન નોટિસને રદ્દ કરવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર પણ રોક લગાવી દીધી છે.
2023માં નોટિસ જારી કરવામાં આવી હતી
કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર 2023ના રોજ જીએસટી કાયદામાં સુધારો કર્યો હતો. આ અંતર્ગત વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી હતી. ઑક્ટોબર 2023માં જ GST વિભાગે ઑનલાઇન ગેમિંગ કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ કંપનીઓ પર ટેક્સ ચોરીનો આરોપ હતો.
28 ટકા જીએસટીનો વિરોધ
ઓગસ્ટ 2023 માં, GST કાઉન્સિલે સ્પષ્ટ કર્યું હતું કે ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર હોડમાં લેવાયેલી સંપૂર્ણ રકમ પર 28 ટકા GST વસૂલવામાં આવશે. GST કાઉન્સિલના આ નિર્ણય સામે ગેમિંગ કંપનીઓએ વિવિધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પછી કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બાદમાં, સુપ્રીમ કોર્ટે નવ હાઈકોર્ટમાંથી 28 ટકા GSTને પડકારતી તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધી. આ અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી