આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર સંભોગ કરી ભોગ બનનારને સાડા પાંચ મહીનાનો ગર્ભ રાખી દઇ ગુનો કરેલાની ફરીયાદ જાહેર થયેલ.
જે ગુનાની સંદર્ભે સદરહું ગુનાના કામે આરોપી પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને બનાવને લગતા જરૂરી પુરાવાઓ મેળવેલ તેમજ ગુનાના કામના આરોપી વિજયને દબોચી લઇ તેની આગવી ઢબે પુછપરછ કરતા પોતે આ ગુનો કરેલાની કબુલાત આપેલ તેમજ સદરહું ગુનામાં તપાસ દરમ્યાન વિશેષમાં જણાયેલ કેઆ ગુનામાં અન્ય આરોપી અર્જુનસિંહ માનસિંહ ચાવડા રહે.નવાપુરા તા.આંકલાવ વાળો પણ આ ગુનામાં સામેલ છે જેથી સદરહું આરોપીને પકડવા માટે ટીમો બનાવી તાત્કાલીક આરોપીને પકડી પાડી પુછપરછ કરતા પોતે તથા આરોપી વિજય બન્નેએ સાથે મળી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલ જે બન્ને આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરીકાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ આરોપી અર્જુનસિંહની પુછપરછ કરતા પોતે અગાઉ પણ દુષ્કર્મના કેશમાં સજા પામેલ હોવાની હકીકત અરોપીએ કબુલાત આપેલ જે બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરેલ છે.