સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે.
ભારતવર્ષનાં સનાતન ધર્મનાં કેન્દ્ર સમાન અખાડા, ખાલસા, આશ્રમો અને સંસ્થાઓનો મહાસંગમ મહાકુંભમેળો ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે દ્વારા યોજાયો છે. સિહોર કે રાજકોટ, ગુજરાત કે મહારાષ્ટ્ર અને ભારત હોય કે વિશ્વનો અન્ય કોઈ દેશ, સર્વત્રથી ઉત્તરપ્રદેશનાં ઐતિહાસિક નગર પ્રયાગરાજમાં ભાવિકો મહાકુંભમેળો માણવાં કે પૂણ્ય કમાવાં ઉમટેલ છે.
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા સમગ્ર વિશ્વનાં સૌથી ભવ્ય રહેલાં એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો વહેલી સવારથી પ્રારંભ થયો છે. ગંગા, યમુના અને સરસ્વતી મૈયાનાં સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ સૂર્યોદય પહેલાં અગભગ અડધી રાતથી જ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. આવતાં સ્નાન પર્વો સહિત પૂરા કુંભમેળામાં ૪૦થી ૫૦ કરોડ શ્રદ્ધાળુઓ અંહિયા જોડાશે તેવું અનુમાન છે.
કુંભનગરી સાથેનાં સંગમક્ષેત્રમાં ચૂસ્ત અને સંયમ પૂર્ણ સુરક્ષા બંદોબસ્ત સાથે સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિકો રસિકો આ મહાકુંભમેળાનો લાભ લઈ રહ્યાં છે.