આણંદ જિલ્લામાં એક તરફ ગોવંશ ની ચિંતા કર્યા LCB દ્વારા ભાલેજમાં ઉપરાછાપરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ રસ્તે રઝળતા ગોવંશ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા બિલકુલ ઉદાસીનતા ભરી નોતી જોવા મળી રહી છે. આણંદ ની ગણેશ ચોકડી પાસે પ્રકાશ મોટર્સ પાછળ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બો બનાવવામાં આવેલ છે. રાતે રખડતા અને ટ્રાફિકના અડછલરૂપ થતા ગૌવંશ ને પકડીને આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે. પણ ઢોર ડબ્બામાં ગોવંશ ની દયનીય પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ગાયોને પકડવા વાળા જાણે ગાય નહિ પણ કઈક બીજું જ સમજી રહ્યા છે.
ગણેશ ચોકડી પાસે આવેલ ઢોર ડબ્બામાં તપાસ કરતા જણાયું કે ગાયોને ખાવા માટે જરાક પણ સૂકું કે લીલું ઘાસ છે જ નઈ. ઉપરાંત આખા ઢોર ડબ્બામાં અતિશય કચરો પડેલો જોવા મળ્યો જાણે કે આ કોઈ કચરો નાખવાની જગ્યા હોય. આઘાતમાં મૂકી દેતી વાત એ લાગી કે ઢોર ડબ્બામાં એક નંદી મૃત હાલતમાં પડેલો હતો અને ત્રણ ગાયની પરિસ્થિતિ અતિ નાજુક હતી. એક ગાયના પાછલા બંને પગ તૂટેલા હોવાથી દિવસોથી તે ઉભી નથી થઈ શકતી. બીજી એક ગાય પણ અશક્તિને કારણે બેઠક બેસી ગઈ હતી. વધુમાં તપાસ કરતા ખબર પડી કે થોડા જ દિવસો પહેલા ઢોર ડબ્બામાં એક ગાય વિયાઇ હતી પણ થોડા જ દિવસોમાં ત્યાં રહેતા કૂતરા દ્વારા નવજાત વાછરડીને બચકા ભરીને મારી નાખવામાં આવી. આસ્પડોસ્માં રહેતા સ્થાનિક લોકોને પૂછતા જાણવા મળ્યું છે લાંબા લાંબા સમયે સૂકું ઘાસ આવે છે અને ઘણી વાર બે બે દિવસ સુધી ગયો માટે ક્સુ ખાવાનું હોતું જ નથી. સ્થાનિકોને એવું પણ કહેવું હતું કે ગાય મરી જાય તો બે કે ત્રણ દિવસ સુધી તેનું શરીર ઢોર ડબ્બામાં જ પડી રહે છે અને તેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. આના કારણે ઢોર ડબ્બામાં મરેલ જાનવરના શરીરની વાસ એટલી બધી આવે છે કે પડોશીઓએ પોતાના બારી બારણાં બંધ રાખવા પડે છે. આટલું ઓછું હતું ત્યાં જાણવા મળ્યું કે ગાય કે નંદીને કશું થાય તો પશુ ચિકિત્સકને બોલાવવાનું તો જાણે ભૂલી જ ગયા હોય તેમ લાગે છે.
ઢોર ડબ્બામાં ગાયોને પાણી પીવા માટે બે હોજ બનાવેલા છે પણ તેમાંથી એક હોજમાં તો કચરો જ પડેલો હતો અને તે જોતાં જણાયું કે મહિનાઓથી તેમાં એક ટીપું પાણી નથી પડ્યું. ઢોર ડબ્બામાં મૃત નંદીને લેવા આવેલ ભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ છેલ્લા એક મહિનામાં દસ જેટલી ગાયો મૃત અવસ્થામાં ત્યાંથી લઈ ગયા છે. એનો સીધો અર્થ એ જ થાય છે કે ખોરાક, કાળજી, ચિકિત્સા વગર ગાયોને મરવા માટે પૂરી દીધી છે આ ઢોર ડબ્બા નામના નર્કમાં.
વધુ તપાસ કહેતા આ ઢોર ડબ્બાના કોન્ટ્રાકટર એલેક્સ નામના વ્યક્તિએ કબૂલ્યું કે સમયસર ઘાસચારો અને પશુ ચિકિત્સક આવતા નથી અને આ અને કોન્ટ્રાકટર દ્વારા આણંદ મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત પણ કરી છે. આણંદ શહેરમાં ઢોર પકડીને પાંજરે પૂરવાનો વિભાગ જગદીશભાઈ ના હસ્તક આવે છે જેઓ આણંદ મહાનગરપાલિકામાં એસઆઈ ની પોસ્ટ ઉપર છે. આમના દ્વારા ઢોર ડબ્બાની કોન્ટ્રાક્ટ કોઈ નેલ્સન નામના વ્યક્તિને આપવામાં આવેલ છે અને નેલ્સન ભાઈએ ઢોર ડબ્બા નો પેટા કોન્ટ્રાક્ટ એલેક્સ ભાઈને આપેલ છે.
ગુજરાત સરકાર દ્વારા જ્યારે દેસી ગોવંશ ના સંવર્ધન માટે ગોપાલકો માટે સહાયક યોજનાઓ મુકાઈ રહી છે, પોલીસ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ગોવંશ કતલખાના ચલાવનારા ની ધરપકડ કરાઈ રહી છે તેવા સમયમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા આમ ઢોર ડબ્બાને નામે ગોવંશ ને નર્ક જેવી પરિસ્થિતિ મૂકવા વાળી નોતી દુઃખ અને આશ્ચર્યમાં મૂકી રહી છે. શું ઢોર ડબ્બામાં ભૂખ થી પીડાતી ગાયોની વેદના આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં નથી આવતી ? શું પશુ ચિકિત્સક વગર મરી રહેલી ગાયોનું દુઃખ સત્તાધીશો સુધી નથી પહોચતું ?
ઢોર ડબ્બામાં રોજેરોજ લવાતા ગોવંશ ની સૂચિ તો રાખતા જ હસેને સંચાલકો તો તેમાં મહિનામાં આટલી બધી ગયો મારી ગઈ તેની જાણ શું ચોપડે ચઢાવતી નહિ હોય ?