થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ૯ કલાકેથી નામાંકિત કલાકારોના સૂરે ભજન સંતવાણી ડાયરાનુ આયોજન કરાતા સત્સંગરૂપી ભાથું પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે યજ્ઞાચાર્યના પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦મી ફેબ્રુઆરીના રોજ સમય બપોરે ૧૨/૩૯ વાગ્યે વાજતેગાજતે અને રામદેવપીર ભગવાનની જયઘોષના નાદથી વાતાવરણ ગજવી શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી તેમજ પ્રતિષ્ઠા મહોત્સવને શોભાયમાન બનાવવા સંતો- મહંતો, મહામંડલેશ્વર, રાજકીય સામાજિક અગ્રણીઓએ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રવચન આપ્યું હતું, આ પ્રસંગે મહામંડલેશ્વર, સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓએ, નારોલી અને રડકા પંચાયતના સરપંચ, વડીલો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી કરી હતી.