Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કામગીરી : નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું

ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કામગીરી : નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું

ખેડા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમાના માર્ગદર્શનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિતાર્થ જગદીશચંદ્ર પાઠક (બકલ નંબર ૯૫૦), એએસઆઇ ધર્મપાલસિંહ ફતેહસિંહ (બકલ નંબર ૮૨૧), અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિમેષ કુમાર ભારતભાઇ (બકલ નંબર ૮૮૧),અનાર્મ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ ભગુભાઈ (બકલ નંબર ૯૭૧), આર્મ હેડ કોન્સ્ટેબલ કુંદન કુમાર ઉમેદભાઈ (બકલ નંબર ૧૩૮), અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ જાલાભાઇ (બકલ નંબર ૧૧૧૫) ની એસઓજી ટીમ દ્વારા નડિયાદ શહેરમાં ભારતીય નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપી પાડ્યો છે !

નડિયાદ શહેરમાં અમદાવાદી બજાર પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ વ્હોરવાડ ધુપેલ ખાંચામાં ભારતીય ચલણની બનાવટી નોટો સાથે ૨ આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા ! ખેડા એસઓજી પોલીસે વિવિધ બનાવટી ચલણ નોટોમાં ૫૦૦ દર ની ૧૩૫ નોટ ૨૦૦ દરની ૧૬૮ નોટ તથા ૧૦૦ દરની ૨૫ નોટો સાથે આરોપી મહમંદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદ ની અટકાયત કરી ! એસઓજીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિતાર્થ પાઠકની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૭૮,૧૮૦,૧૮૧,૬૧(૨)(એ)૫૪ મુજબ ગુનો નોંધી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.