સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું…તથા રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષા(ભાજપા) ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ કરવા આવી હતી. શાળાના માર્ગદર્શકશ્રી ધર્મેશભાઈ કોરડીયા સાહેબ દ્વારા ચારિત્ર્ય અને શિક્ષા બન્ને માટે વાલીઓને સંસ્કૃતિ મૂલ્યો ને ઉજાગર કરવા વવ્યક્તવ્ય અપાયું હતું.
આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા શ્રેષ્ઠ સ્પીચ અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને દીપવવા માટે..ડોક્ટર ધીરુભાઈ શિયાળ (પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત), રાજનભાઈ ભટ્ટ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન, રાજુભાઈ ગોહિલ નાયબ મામલતદાર શ્રી તળાજા, વિશાલભાઈ રાજ્યગુરુ મોડેલ સ્કૂલ આચાર્યશ્રી, ભરતભાઈ ઠંઠ ખરક સમાજ પ્રમુખ, વિક્રમસિંહ ગોહિલ પૂર્વ તાલુકા ભાજપા તળાજા, ઘનશ્યામભાઈ બારૈયા મહામંત્રી તાલુકા ભાજપા,ધરમશીભાઈ મકવાણા વનરાજભાઈ પત્રકારશ્રીઓ, લલ્લુભાઈ લાધવા મહેશભાઈ પાલીવાલ ઉપપ્રમુખ તાલુકા ભાજપા, તેમજ બજરંગ દળ માંથી ગીગુભાઈ નિલેશભાઈ આર.એસ.એસ કાર્યકર્તા અનિલભાઈ તેમજ જિલ્લા કાર્યવાહ કુલદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ સાથે સાથે આર.એસ.એસ શાખાનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં પણ શાળાના હોસ્ટેલના બાળકોએ, આરએસએસ શાખાનો પ્રાત્યાક્ષીક કરી ઉજવણી કરી હતી
તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર સમાજને અનોખુ દિશા સૂચન માટે તેમજ સમાજને શુભ સંદેશ પ્રેરણા આપે તેવી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી
તેમજ શાળામાં તેજસ્વી તારલાઓને કલાકુંભ ખેલ મહાકુંભ આદર્શ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે બાળકોએ ભવ્ય સફળતા મેળવી તેઓનું શીલ્ડ પ્રમાણપત્ર સાથે સન્માનિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું , તેમજ આયુર્વેદિક ફી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.