આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈન્ટના વધારા સાથે 22,568.95 પોઈન્ટ પર ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, હિન્ડાલ્કો, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ નિફ્ટી પર વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે ટ્રેન્ટ, એસબીઆઇ લાઇફ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં ઘટાડો અને 10 શેરમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેરોમાં ઘટાડો અને 17 શેરોમાં તેજી છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, ઓટો સેક્ટર 0.86%, મીડિયા 0.92% અને રિયલ્ટી 0.51% ઘટાડો છે. જ્યારે મેટલ અને ફાઇનાન્સિયલ સર્વિસમાં તેજી છે.
વૈશ્વિક બજારમાં મિશ્ર કારોબાર
એશિયન બજારોમાં, જાપાનના નિક્કીમાં 0.15% ની તેજી છે, જ્યારે કોરિયાના કોસ્પીમાં 0.83%, હોંગકોંગના હેંગ સેંગમાં 0.56% અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.46%નો ઘટાડો છે. 25 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,529.10 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 3,030.78 કરોડના શેર ખરીદ્યા. 26 ફેબ્રુઆરીએ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.43% ના ઘટાડા સાથે 43,433 પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 0.014% વધીને 5,956 પર બંધ થયો અને Nasdaq 0.26% વધીને 19,075 પર બંધ થયો.
મંગળવારે સેન્સેક્સમાં તેજી, નિફ્ટીમાં ઘટાડો
ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે શેરબજાર બંધ હતું. અગાઉ, બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવાર (25 ફેબ્રુઆરી) ના રોજ, સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 74,602 પર બંધ થયો હતો. નિફ્ટી 5 પોઇન્ટ ઘટીને 22,547 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14 ઘટાડો રહ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 19 માં તેજી અને 31 શેરોમાં ઘટાડો રહ્યો. નિફ્ટી મેટલ 1.54%, પીએસયુ એટલે કે સરકારી બેંકોના ઇન્ડેક્સ 1.22% અને નિફ્ટી રિયલ્ટી 1.30 % ઘટ્યા હતા. મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટીમાં મામૂલી તેજી જોવા મળી.
ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં M&M, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને નેસ્લેના શેર સામેલ રહ્યા, જ્યારે હિન્ડાલ્કો, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટ્રેન્ટના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ રહ્યા. ક્ષેત્રીય મોરચે, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ટેલિકોમમાં 0.5 ટકાનો વધારો થયો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.