ઓડ સરદાર પટેલ વિનય મંદીર હાઈસ્કૂલમા બાળકો ભય મુક્ત થઈ,કોઈ પણ જાતનાં માનસિક તણાવ વિના બાળકો પરીક્ષા આપે તે માટે શૌક્ષણિક સ્ટાફ, સંચાલકો ધ્વારા બાળકો ને તિલક કરી , પુષ્પ આપી, મોં મીઠું કરાવી બાળકો નું સ્વાગત , સન્માન કરવામાં આવુ.
હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હેતલબેન ચૌહાણએ પગે ફેક્ચર હોવા છતાં મક્કમતાથી પરીક્ષા આપી
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીને પગે પાટો હોવાથી પગ મુકવા ખુરશીની વ્યવસ્થા કરવામા આવી
આણંદ જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શીલી ગામની વિદ્યાર્થીનીએ તેના પગે ફેક્ચર હોવા છતાં ઓડ હાઇસ્કુલ ખાતેના પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને પરીક્ષા આપી હતી.
શીલી ગામની સિધ્ધનાથ વિદ્યાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થી હેતલબેન ચૌહાણને પરીક્ષા શરૂ થયાના થોડા દિવસ પહેલા અકસ્માત થવાથી તેના જમણા પગે ફેક્ચર થતા પાટો બાંધવામાં આવ્યો છે. તેમ છતાં આ વિદ્યાર્થીની એ આજથી શરૂ થયેલી ધોરણ ૧૨ ની પરીક્ષામાં હિંમતભેર પરીક્ષા કેન્દ્ર ખાતે જઈને પરીક્ષા આપી હતી.
પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચેલા હેતલબેન ચૌહાણએ જણાવ્યું હતું કે, મારા પગે પાટો બાંધવામાં આવ્યો છે પરંતુ મારા બંને હાથે મને કોઈ તકલીફ નથી જેથી હું એકદમ સ્વસ્થ રીતે પરીક્ષા આપીશ તેમ જણાવી તેમણે ઓડ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પહેલા પેપરની પરીક્ષા આપી હતી.
પરીક્ષા આપ્યા બાદ તેણે જણાવ્યું કે મને પગે ફેક્ચર થવાથી હું મારું વર્ષ બગાડી શકું નહીં, મને બેસવામાં તકલીફ હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા મને ખુરશીમાં પગ મૂકીને બેસવાની સવલત કરી આપવામા આવી હતી, તેના કારણે મને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ પડી નથી,જેનો મને અત્યંત આનંદ છે.