ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે, લંડનમાં એક કાર્યક્રમમાં કાશ્મીર વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં, તેમણે ભારતનો આખો પ્લાન જણાવી દીધો. આ પ્લાન સાંભળ્યા પછી, પાકિસ્તાન ચોક્કસ લાલપીળું થઈ જશે.
લંડનના ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉ. એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાનના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની વાપસીથી કાશ્મીર મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે.
શું છે કાશ્મીર પર એસ જયશંકરનો પ્લાન?
કાશ્મીર મુદ્દાઓ પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોતાનો આખો પ્લાન જણાવ્યો. તેમણે કહ્યું કે અમે તબક્કાવાર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કાશ્મીરમાં અમે તેના મોટાભાગના મુદ્દાઓને ઉકેલવામાં સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 દૂર કરવી એ એક પગલું હતું. પછી, કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું.
સરકારની આ યોજનાથી કારણે કાશ્મીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે ત્રીજું પગલું 370 પછી કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનું હતું, જેમાં ખૂબ જ વધારે મતદાન જોવા મળ્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે અમને જે ભાગની રાહ જોઈ રહ્યા છીએ, એ કાશ્મીરના તે ભાગની વાપસી છે, જે ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળ છે. જ્યારે આનો ઉકેલ આવી જશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે.
બ્રિટિશ વડા પ્રધાનને મળ્યા જયશંકર
મંગળવારે સાંજે લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના એક્સ હેન્ડલ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે. બંને વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને રશિયા-યૂક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ.
Delighted to call on Prime Minister @Keir_Starmer at @10DowningStreet today.
Conveyed the warm greetings of PM @narendramodi.
Discussed taking forward our bilateral, economic cooperation and enhancing people to people exchanges.
PM Starmer also shared UK’s perspective on… pic.twitter.com/KnVuirFMLA
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 4, 2025
જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, અમારા દ્વિપક્ષીય, આર્થિક સહયોગને આગળ વધારવા અને લોકો-થી-લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધારવા અંગે ચર્ચા થઈ. પીએમ સ્ટાર્મરે યૂક્રેન યુદ્ધ પર બ્રિટનનો દ્રષ્ટિકોણ પણ શેર કર્યો.