વોટ્સએપ યુઝર્સ માટે પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક્સ ઉમેરવાનું ફીચર ડેવલપ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને વોટ્સએપ એકાઉન્ટમાંથી જ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને શેર કરવાનો વિકલ્પ આપવાનું છે. જો તમે પણ આ ફીચરની રાહ જોઈ રહ્યા છો, તો તમારી માટે મોટા સમાચાર છે. કંપની હવે આ ફીચર રોલઆઉટ કરી રહી છે. WABetaInfo એ વોટ્સએપના આ ફીચરની અપડેટ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ‘વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ 2.25.7.9’ માં જોઈ છે.
WABetaInfo એ સ્ક્રીનશોટ શેર કર્યો
WABetaInfo એ આ ફીચરનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં તમે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલને લિંક કરવાનો વિકલ્પ જોઈ શકો છો. હાલમાં વોટ્સએપમાં ફક્ત ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લિંક ઉમેરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ આગામી અપડેટ્સમાં વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લિંક કરવાની સુવિધા આપી શકે.
📝 WhatsApp beta for Android 2.25.7.9: what's new?
WhatsApp is rolling out a feature to add social media profile links to user accounts, and it's available to some beta testers!https://t.co/T7bfigOD5a pic.twitter.com/FqGvEU1ZSK
— WABetaInfo (@WABetaInfo) March 15, 2025
સોશિયલ મીડિયા એકાઉન્ટ લિંક ચેટ ઈન્ફો સ્ક્રીનની અંદર દેખાશે, જેથી લોકો માટે તેને શોધવું સરળ બને. વોટ્સએપ યુઝર્સને તેમની સોશિયલ મીડિયા લિંક્સની વિઝિબિલિટી મેનેજ કરવાનો વિકલ્પ પણ આપી રહ્યું છે. યુઝર પોતાની સોશિયલ મીડિયા લિંકની વિઝિબિલિટી ‘Everyone’, ‘Contacts’, ‘Nobody’ અને ‘My contacts except’ જેવી પસંદગીઓ દ્વારા સેટ કરી શકે છે.
વોટ્સએપનું નવું ફીચર
વોટ્સએપ આ નવા ફીચરના માધ્યમથી યુઝર્સના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. વોટ્સએપનું આ નવું ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક છે. યુઝર જો ઈચ્છે તો પોતાનું સોશિયલ મીડિયા લિંક વોટ્સએપ પ્રોફાઇલમાં ઉમેરી શકે, અને જો ન ઉમેરવું હોય, તો તેને અવગણવા માટે પણ સ્વતંત્ર છે.