પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. તો બીજી તરફ યુદ્ધની પરિસ્થિતિમાં, ભારત પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં એકસાથે મોક ડ્રીલ યોજવાની જાહેરાત કરી છે. આ પહેલા ગૃહ સચિવે આજે સવારે 10.45 વાગ્યે એક મોટી બેઠક બોલાવી છે.
MHA has asked several states to conduct mock drills for effective civil defence on 7th May. The measures to be taken during the drill include operationalisation of Air Raid Warning Sirens, Training of civilians, students, etc, on the civil defence aspects to protect themselves in… pic.twitter.com/TDNd4KzPwB
— ANI (@ANI) May 5, 2025
ગૃહ મંત્રાલયે મોક ડ્રીલ કરવા આપી સૂચના
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઉભરી રહેલા નવા ખતરાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે મોક ડ્રીલ દરમિયાન લેવામાં આવનારા પગલાંમાં હવાઈ હુમલાની ચેતવણી આપતું સાયરન વગાડવું, કોઈપણ હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા માટે નાગરિકોને સુરક્ષા પાસાઓ પર તાલીમ આપવી અને બંકરોની સફાઈનો સમાવેશ થાય છે.
In a boost to Civil Defence amid tensions with Pakistan, MHA to organise rehearsal across 244 categorised districts on May 7
Read @ANI story | https://t.co/SdgDFEHya0#CivilDefence #MHA #blackout pic.twitter.com/8WTAYGxQp5
— ANI Digital (@ani_digital) May 5, 2025
અન્ય પગલાંમાં દુર્ઘટનાની સ્થિતિમાં બ્લેકઆઉટના પગલાં, મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ અને સ્થાપનોનું રક્ષણ, અને સ્થળાંતર યોજનાઓને અપડેટ કરવી અને રિહર્સલ કરવાનો સમાવેશ થાય છે. મોક ડ્રીલમાં વાયુસેના સાથે હોટલાઇન અને રેડિયો-કોમ્યુનિકેશન લિંક્સનું સંચાલન, કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યક્ષમતાનું પરીક્ષણ પણ સામેલ છે.