ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી થાય તે પહેલા અગમચેતી પગલાં રૂપે દેશમાં 9 મે સુધી 27 જેટલાં એરપોર્ટ પર કામચલાઉ ધોરણે કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન અટકાવી દીધું છે. આ જાહેરાત એવા સમયે કરાઈ છે જ્યારે ભારતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો.
ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ
બુધવારે સવારે આશરે 1.30 વાગ્યે થયેલા હવાઈ હુમલા પછી તરત જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ બે NOTAM (નોટીસ ટૂ એરમેન) જારી કરી – પહેલો NOTAM વહેલી સવારે 18 એરપોર્ટ માટે જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 3.20 વાગ્યે બીજો NOTAM જારી કરવામાં આવ્યો જેમાં 9 વધારાના એરપોર્ટ પર પણ બંધનો અમલ કરવામાં આવ્યો.
કયા કયા એરપોર્ટ પર કામગીરી અટકી
1. ધર્મશાળા
2. હિંડોન
3. ગ્વાલિયર
4. કિશનગઢ
5. શ્રીનગર
6. અમૃતસર
7. પટિયાલા
8. શિમલા
9. ગાગ્ગલ
10. જેસલમેર
11. જોધપુર
12. બિકાનેર
13. હલવારા
14. પઠાણકોટ
15. જમ્મુ
16. લેહ
17. લુધિયાણા
18. ભાનુ
19. ભઠિંડા
20. મુન્દ્રા
21. જામનગર
22. રાજકોટ
23. પોરબંદર
24. કંડલા
25. કેશોદ
26. ભુજ
27. ચંદીગઢ
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.