સમાજની નવી પેઢી સાયબર ફ્રોડ થી અવગત હોય છે પરંતુ જૂની પેઢી ફ્રોડ થી અજાણ હોવાનો ફાયદો લઈને લેભાગુઓ સાયબર ક્રાઇમ કરતા હોય છે આવા વિચારની સાથે સમાજને કંઈક નવુ પીરસવાની ઘેલછા થી શસ્ત્ર ફિલ્મ બનવાનો વિચાર આવ્યો હતો .
ફિલ્મના કલાકારો , પ્રોડ્યુસર , ડાયરેક્ટર એક પ્રેસ વાર્તા દરમિયાન પોતાના અનુભવો વાગોળ્યા હતા . ફિલ્મમાં લીડ રોલ નિભાવતા ચેતન ધાનાણીએ જણાવ્યું કે , એ.સી.પી રાઘવનો તેઓ આ ફિલ્મમાં કિરદાર નિભાવે છે જેમાં તેમના પાસે એક સાયબર ફ્રોડ નો કેસ આવે છે અને તેને સોલ્વ કરતા કરતા એક મોટા રેકેટ નો પર્દાફાશ કરવામાં આવે છે . ચાર્મી ના રોલ માં પ્રિયલ ભટ્ટે કામ કરેલ છે અને ચાર્મી જ આ સાયબર ફ્રોડ નો શિકાર બને છે . કોલેજમાં ભણતી ચાર્મી એક નટખટ અને માતા પિતા ની લાડલી છે પરંતુ તેના સાથે થયેલ ફ્રોડ નો પર્દાફાશ એસીપી રાઘવ કરે છે . એસીપી રાઘવ નો ડાબો જમણો ગણતા નો રોલ હેમિન ત્રિવેદી અને ભૂષણ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે
ફિલ્મ નું શૂટિંગ મોટાભાગ નું અમદાવામાં કરવામાં આવ્યું છે . ફિલ્મના મુખ્ય કિરદારમાં ચેતન ધાનાણી , પૂજા જોષી , દીપ વૈદ્ય , હેમિન ત્રિવેદી , પ્રિયલ ભટ્ટ અને શ્રેય છે જ્યારે ફિલ્મનું ડાયરેક્શન કર્તવ્ય શાહ દ્વારા કરવામાં આવ્યું છે , મેહુલ સુરતી નું સંગીત છે .
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : પ્રિયલ ભટ્ટ એકટર
બાઈટ : ચેતન ધાનાણી , એકટર