અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધી આવેલી છે. દુર દુરથી ભાવિકો દાદાના દર્શન કરવા મંદિરે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનુ મંદિર આવેલુ છે હાલ જ્યાં મંદિર છે ત્યાં ચેતનદાસ બાપુ નામના સંતે તપ કર્યું હતુ. બાપજી અજાચક એટલે કે કોઈના પાસે માગું નહીં એવું વ્રત પાળતા અને અનાજ ગ્રહણ નહોતા કરતા. બાપુ સોલા ભાગવત ખાતે ૫૦ વર્ષ તપ કર્યુ મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધિ આવેલી છે.
અમદાવાદના ગોતામાં ચેતનધામ ઉદાસીન આશ્રમ
ભાવિકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે દાદાના દર્શન બાદ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. લોકોની આસ્થા અતૂટ છે અને એટલે જ હનુમાન મંદિરે આવીને લોકો પોતાની જે મનોકામના માને છે તે માનતા ફળે જ છે. હનુમાન મંદિરમાં લોકો શનિવારે હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે રાતના ૧૨ વાગ્યા સુધી મંદિરમાં ભાવિકોની ભીડ હોય છે અને સામાન્ય દિવસે પણ લોકો મંદિરે દર્શન કરવા આવે છે. મંદિર તરફથી પ્રસાદમાં ચા આપવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજી, ભગવાન શંકર, અન્નપુર્ણામાં અને માં અંબાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં લોકો હનુમાનજીને તેલ, સિંદુર, આકડાની માળા, શ્રીફળ અર્પણ કરે છે. મહાદેવજીને દૂધ, જળ,બીલી અર્પણ કરે છે. મંદિરે વહેલી સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે. અને દાદાને ભોગ અર્પણ કરવામાં આવે છે. મંદિરમાં હનુમાન ચાલીસના પાઠ, રામધુન, આંનદનો ગરબો, જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
દાદાના મંદિરે ભજન અને ભોજનનો સંગમ
મંદિરે દર શનિવારે ભજન અને રામધુન કરવામાં આવે છે. જે ચેતનદાસ બાપુએ ચાલુ કરી હતી અને તે પરંપરા હાલમાં પણ ચાલુ રાખવામાં આવી છે. મંદિરે દર વર્ષે મોટો ભંડારે કરવામાં આવે છે જેનો આઠ થી દસ હજાર માણસ લ્હાવો લે છે ભાવિકોને જમાડ્યા બાદ રાત્રે ભજનનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે આમ દાદાના મંદિરે ભજન અને ભોજનનો સંગમ થાય છે. મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવી છે. જેમાં ૬૦ થી વધારે ગાયો રાખવામાં આવી છે. ભજન ભક્તિની સાથે ગાયોને ધાસ ખવડાવીને ભાવિકો ધન્યતા અનુભવે છે. ગોતામાં આવેલા સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમમાં લોકો દુર દુરથી મંદિરે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે અને લોકોની મનોકામના પૂર્ણ થતા આંનદનો અનુભવ કરી ધન્યતા અનુભવે છે.