જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
#Encounter has started at Nader, Tral area of #Awantipora. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 15, 2025
આ ઓપરેશનમાં માર્યા ગયેલા લશ્કરના આતંકવાદીઓમાંથી એકનું નામ શાહિદ કુટ્ટે હતું, જે શોપિયાનો રહેવાસી હતો. તે 8 માર્ચ, 2023 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. તે 18 મે, 2024 ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ છે, જે શોપિયાના વાંડુના મેલહોરાનો રહેવાસી છે. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયામાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.
Chinar Corps of the Indian Army tweets, "On 15 May 2025, based on specific intelligence input from Int agency, a Cordon & Search Operation was launched by Indian Army, J&K Police and Srinagar Sector CRPF at Nader, Tral, Awantipora. Suspicious activity was observed by vigilant… pic.twitter.com/trKQPgNkhN
— ANI (@ANI) May 15, 2025
શોપિયાના ઘણા વિસ્તારોમાં પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ માટે જવાબદાર પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી છે.
J&K | Encounter has started at Nader, Tral area of Awantipora. Police and security forces are on the job. Further details shall follow. pic.twitter.com/ZICOdoXcbX
— ANI (@ANI) May 15, 2025