બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. જીલ્લાનું એકમાત્ર ભગવતી મા ગાયત્રીનું આ એવું મંદિર છે, જ્યાં છેલ્લા પાંચ પાંચ દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના કરી મા ગાયત્રીના ત્રણેય સ્વરૂપોની સાધના યથાવત રાખી ત્રિકાળ સંધ્યા અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. મા ભગવતી શ્રી ગાયત્રીના વિવિધ ત્રણ સ્વરૂપોની આરાધના કરતા લોકો ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે છેલ્લા પાંચ પાંચ દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના કરી મા ભગવતી ગાયત્રીના ત્રણેય સ્વરૂપોની સાધના યથાવત રાખી છે. અહિં ગઢડા, ઉમરાળા તાલુકામાંથી અને દુરદુરથી શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગઢડાના ખોપાળા ગામે મા ગાયત્રી બિરાજમાન
ઝૂંપડીમાં થયેલો પ્રારંભ આજે ભવ્ય મંદિર સ્વરુપે દ્રશ્યમાન
ગઢડા તાલુકામાં ખોપાળા ગામના વેદમાતા ગાયત્રી માતાજીના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગાયત્રી મંદિરે છેલ્લા ત્રણ દાયકાથી ગુરુપૂર્ણિમા અને ગાયત્રી જયંતિનો ઉત્સવ ઉજવાય છે. ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખોપાળા ગામના અને આસપાસના ગામોમાંથી ભાવિક ભક્તો દર્શને આવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, મંદિરે આવતા ભાવિક ભક્તો માટે પ્રસાદ અને બીજી વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ગાયત્રી માતાજીના મંદિરે ભજન, ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે. ખોપાળા ગામે આવેલા શ્રી ભગવત ગીતા આશ્રમના ગાયત્રી મંદિરે ગઢડા, ખોપાળા, લાખણકા, ચિત્રાવાવ, ચભાડીયા, રામણકા, લાખણકા, ઉજળવાવ, ઉમરાળા, ભાવનગર, અમદાવાદ સહિત દુરદુરથી ભક્તો ગાયત્રી માતાજીના દર્શન કરવા આવે છે. ભક્તો ગાયત્રી માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. ગાયત્રી મંદિરે સવારે અને સાંજે ભવ્ય આરતી કરવામાં આવે છે. ગાયત્રી મંદિરના મહંત સ્વરચિત ભજનો ગાઈ મંદિરે આવતા લોકોને જ્ઞાન અને પ્રેરણા આપે છે અને એટલે જ ભક્તો ગાયત્રી મંદિર ઉપર અતુટ શ્રધ્ધા ધરાવે છે.