વાપી શહેરમાં ડ્રગ્સના પ્રવાહને લઈને વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે રણછોડનગર વિસ્તારમાં આવેલા આશા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202 માં રહેતા લેબર કોન્ટ્રાકટર અમરેશ ગણેશ પ્રસાદ સિંગની ધરપકડ કરીને 14.267 કિલો ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સ સાથે રોકડ રૂપિયા 9600, મોબાઇલ ફોન, અને વજનકાટા સહિત કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ પોલીસએ કબ્જે કર્યો છે.
પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે રવિવારે આ છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાંથી સફેદ પાવડર જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતાં એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું અને એમાં ગાંજાનું પ્રમાણપત્ર મળ્યું. આરોપી અમરેશ સિંગે પુછપરછમાં કબૂલાત આપી કે તેણે આ જથ્થો ઓરિસ્સાના એક શખ્સ પાસેથી મેળવ્યો હતો અને તેને નાની નાની પડીકી બનાવીને મજૂરો તથા ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને છૂટક વેચાણ કરતો હતો.
આરોપી છેલ્લા 20 વર્ષથી વાપીમાં રહી લેબર કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યો હતો, પરંતુ છેલ્લા એક મહિનાથી ગાંજાની અંકુશ વગર વેચાણ કરવાની કાર્યવાહીમાં સામેલ થયો હતો. પોલીસે આ મામલે એનડિપીએસ (NDPS) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ગાંજાનો જથ્થો સપ્લાય કરનારા ઓરિસ્સાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ કિસ્સો વધુ એકવાર આ મુદ્દે ચિંતાજનક પરિસ્થિતિ રજૂ કરે છે કે, વાપી અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક શાસનતંત્ર માટે મોટો પડકાર બની રહ્યું છે. ભલે પોલીસ દ્રારા નિયમિત કાર્યવાહી અને ડ્રગ્સ જપ્તી થાય છે, છતાં આ દુષણ હજુ સુધી સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. તાત્કાલિક કાર્યવાહીની સાથે યોગ્ય નીતિ, પ્રશિક્ષણ અને ઇન્ટેલિજન્સ આધારિત રણનીતિઓના અમલ વગર ડ્રગ્સ સામેની લડાઈ સફળ થઈ શકે તેમ નથી.