Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ તેનો વ્યક્તિગત ઇવેન્ટમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે.

સુરુચી સિંઘે ગોલ્ડ મેડલ જીત્યો

સુરુચી સિંઘે ISSF મ્યુનિક વર્લ્ડ કપમાં મહિલા કેટેગરીમાં 10 મીટર એર પિસ્તોલ ફાઇનલમાં 241.9 સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની જીતના કારણે તેના વતન હરિયાણા સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

19 વર્ષીય સુરુચીએ કુલ 241.9 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી છે. તેણે આ ફાઇનલમાં ફ્રાન્સની કેમિલ જેડ્રઝેજેવસ્કીને માત્ર 0.2 થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જયારે ચીનની યાઓ કિઆનક્સુને કુલ 221.7 પોઈન્ટ્સ સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

સુરુચીએ ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી

ભારતીય શૂટર ફાઇનલમાં 52.1 ના શરૂઆતના રાઉન્ડ સાથે આગળ હતી. ત્યારબાદ તેણે એલિમિનેશન રાઉન્ડમાં પોતાની લીડ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક શોટમાં જોરદાર વાપસી કરીને ફ્રાન્સની કેમિલને હરાવી દીધી હતી.

અગાઉ, સુરુચી સિંઘે શુક્રવારે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) શૂટિંગ વર્લ્ડ કપ (રાઇફલ) ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 588 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી અને ત્યારબાદ ફાઈનલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.