આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલ પર મેચ જીતવા માટે 10 રનની જરુર હતી. આ ટાર્ગેટ પૂર્ણ કરતા જ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. ટ્રોફી જીત્યા બાદ ચેન્નાઈની ટીમ 30 મેના રોજ ચેન્નાઈના ત્યાગરાય નગર સ્થિત તિરુમલા દેવસ્થાનમ મંદિરમાં ટ્રોફીની વિશેષ પુજા પણ કરવામાં આવી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સ 30 મેના રોજ ખિતાબ જીતી ચેન્નાઈ એરપોર્ટ પર ટ્રોફી સાથે પહોંચી ત્યારબાદ ટ્રોફી મંદિર લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈની ટીમનો કોઈ પણ ખેલાડી ત્યાં હાજર ન હતો, ટ્રોફીની પુજાનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિશેષ પુજામાં બીસીસીઆઈ અધ્યક્ષ અને એન શ્રીનિવાસન આ વિશેષ પુજામાં સામેલ થયા હતા.
From Ahmedabad @IPL cup arrives in Tnagar TTD temple! pic.twitter.com/7s2jAivDwM
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) May 30, 2023
2 વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી વર્ષ 2018માં આઈપીએલમાં પરત ફરી અને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ જ્યારે પણ ખિતાબ જીતી તો પ્રસિદ્ધ ત્યાગરાય નગરમાં સ્ખિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર ટ્રોફીને લાવવાની પરંપરા ચાલું રાખી છે. વરસાદના કારણે ફાઈનલ મેચ આ વખતે રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી. આ જીતને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના માલિક એન. શ્રીનિવાસન ચમત્કાર કહ્યો હતો.
આઈપીએલ ટ્રોફી જીતવા મામલે ચેન્નાઈ સુપર કિંગ્સે હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. બંન્ને ટીમોના નામે હવે 5-5 ખિતાબ જીતવાનો રેકોર્ડ થઈ ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રેઝ આ વખતે દરેક શહેર ગલીઓમાં જોવા મળ્યો હતો. જે પણ સ્ટેડિયમમાં ટીમ રમવા પહોંચી હતી ત્યાં તેમને ચાહકોનું ખુબ જ સમર્થન મળતું હતુ.