Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય

‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય

જગત જમાદાર તરીકે જાણીતા અમેરિકા અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. 14 જુલાઈના રોજ ટ્રમ્પે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં રશિયાને ચીમકી આપી હતી કે જો આગામી 50 દિવસમાં યુક્રેન સામે ચાલી રહેલું યુદ્ધ નહીં રોકાય, તો અમેરિકા રશિયા પર 100% ટેરિફ લાગુ કરશે. આ નિવેદન માત્ર પ્રતિકાત્મક નહિ, પરંતુ તાત્કાલિક અસરકારક પગલાં લેવા અંગેનું સંકેત છે, જે વૈશ્વિક અર્થતંત્ર પર પણ અસર કરશે.

ટ્રમ્પના નિવેદન મુજબ, યુદ્ધ વિરામ ન થાય તો અમેરિકા માત્ર રશિયા સામે નહિ, પરંતુ તેના સાથે વેપાર કરતા દેશો પર પણ સેકેન્ડરી ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. ખાસ કરીને તે દેશો કે જે રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, તેઓ પણ આ આર્થિક દંડની ઝપટમાં આવી શકે છે. આ પગલાંથી રશિયાની અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન થઈ શકે છે, કારણ કે તેલનું નિકાસ રશિયાના આવકના મોટા હિસ્સો છે.

ટ્રમ્પે NATO અને યુરોપિયન યુનિયન સાથે મળીને યુક્રેનને વધુ સક્રિય રીતે યുദ്ധમાં મદદ કરવા માટે હથિયારો મોકલવાની પણ જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ, યુક્રેનને હવે વધુ સંખ્યામાં મિસાઇલો, એર ડિફેન્સ સિસ્ટમ્સ અને દારૂગોળો પૂરાં પાડવામાં આવશે. ખાસ કરીને અમેરિકન ટેકનોલોજીથી સજ્જ “પેટ્રીયટ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ” પણ યુક્રેનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે રશિયાની એર સ્ટ્રાઇક્સ સામે મહત્વપૂર્ણ રક્ષણ પુરું પાડશે.

આ સંપૂર્ણ પ્રવૃત્તિથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે નરમ વલણ છોડીને રશિયા પર દબાણ વધારવાનું રાહે છે. આ સિવાય, ટ્રમ્પની લીડરશિપ હેઠળ અમેરિકાની ભમિકા વધુ આક્રમક અને નીતિનિર્ધારક બની રહી છે, જે સમગ્ર યુરેશિયન રાજકારણમાં પલટો લાવી શકે છે. હવે નજર રહેશે કે રશિયા આ ધમકીઓને કેટલી ગંભીરતાથી લે છે અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે યુદ્ધને લઈ પોતાનું વલણ બદલે છે કે નહિ.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.