Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

મુખ્તાર અંસારીના નાના દીકરા ઉમર અંસારીની ધરપકડ

મુખ્તાર અંસારીના નાના દીકરા ઉમર અંસારીની ધરપકડ

માફિયા મુકતાર અંસારીનો નાના પુત્ર ઉમર અંસારી હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો છે. ગાઝીપુર પોલીસે તેને લખનૌના દારૂલશફામાં આવેલા તેના ભાઈ અને સુભાસ્પાના નેતા અબ્બાસ અંસારીના નિવાસસ્થાન પરથી ધરપકડ કરી હતી. પોલીસે ઉમરને ગાઝીપુર લાવીને મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસના આધારે કાર્યવાહી શરૂ કરી છે. ઉમર પર આરોપ છે કે તેણે તેના પિતા મુકતાર અંસારીની સરકાર દ્વારા જપ્ત કરેલી મિલકતો છોડાવવા માટે કોર્ટમાં ફર્જી દસ્તાવેજો રજૂ કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ઉમરે જે દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા, તેમાં તેની માતા અફશાન અંસારીની કથિત રીતે બનાવટી સહીઓ કરવામાં આવી હતી. અફશાન અંસારી હાલ ફરાર છે અને પોલીસએ તેના પર ₹50,000 નું ઇનામ જાહેર કર્યું છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ દાખલ થયો છે, જેમાં દસ્તાવેજની બનાવટ, છેતરપિંડી અને ન્યાયમાં વિઘ્ન ઉભું કરવાના ગુનાઓનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઉમર અંસારીની રવિવારે ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને અધિકારીઓના સમક્ષ રજૂ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં કોર્ટને ભ્રમમાં મુકવાનો અને રાજ્ય સરકાર દ્વારા ચલાવાતા માફિયા વિરોધી અભિયાનમાં વિઘ્ન લાવવાનો પ્રયાસ હોવાનું કહેવાય છે. ઉમરના મોટા ભાઈ અબ્બાસ અંસારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક પોસ્ટમાં તેમના ભાઈની ધરપકડની પુષ્ટિ કરી છે અને સમગ્ર ઘટનાની વિગતો આપી છે.

હાલમાં, ઉમર અંસારી સામે તપાસ આગળ વધારી દેવામાં આવી છે અને કોર્ટના દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી શકે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર અંસારી પરિવારે કાનૂની અને સામાજિક ચકાસણીઓમાં આવી ગયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.