Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની આજે પૂર્ણ થયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સામે ઉચિત કરવાં આવેલા ટેરિફના ધમકીભર્યા નિવેદનોને ધ્યાનમાં લેતાં આરબીઆઈએ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખ્યો છે. આ નિર્ણય લોનધારકો માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે, ખાસ કરીને તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યો કે વર્તમાન મેક્રોઈકોનોમિક પરિસ્થિતિ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં થતી ગરમાગરમી અને ટ્રેડ ટેન્શન્સને જોતા હાલમાં વ્યાજ દર ઘટાડવો યોગ્ય ન હોવાનું લાગ્યું. તેઓએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રમાં મધ્યમ ગાળામાં મજબૂત વૃદ્ધિની શક્તિ છે, અને આરબીઆઈ વ્યાપક સ્થિરતા જાળવવા માટે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યો છે.

વિશેષ નોંધનીય છે કે, અમેરિકા તરફથી ભારત પર રશિયા સાથે વેપાર કરવા બદલ 25% સુધી ટેરિફ વધારવાની ચીમકી આપવામાં આવી છે, જે ભારતની નિકાસ અને વેપાર સ્થિતિ પર સીધો અસર કરી શકે છે. તેથી આરબીઆઈએ આ વિદેશી દબાણો વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા જાળવી રાખ્યો છે, જ્યારે ગ્રાહક મૂલ્ય આધારીત ફુગાવો (CPI) 3.7%થી ઘટાડીને 3.1% દર્શાવાયો છે. મલ્હોત્રાએ ઉમેર્યું કે હાલમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં સ્થિરતા અને મોંઘવારીમાં ઘટાડો જણાઈ રહ્યો છે, પરંતુ આવનારા તિમાહીમાં CPI ફરીથી 4%ના લક્ષ્યની નજીક જઈ શકે છે.

લોનધારકો માટે આ નિર્ણય મોટી રાહતરૂપ છે. હોમ લોન, ઓટો લોન અને અન્ય રિટેલ લોનના વ્યાજદરમાં કોઈ વધારો ન થવાથી વપરાશકર્તાઓના ખર્ચમાં વધારો થતો અટકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આરબીઆઈએ રેપો રેટમાં 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેના કારણે નવો ધિરાણ કરતા લોકો માટે સસ્તી લોન ઉપલબ્ધ થઈ રહી છે.

આ રીતે, આરબીઆઈના આ નાણાકીય સ્થિરતા જાળવનારા પગલાઓ દેશના અર્થતંત્રને વૈશ્વિક દબાણો વચ્ચે પણ મજબૂત સ્થિતિમાં રાખવા માટે પ્રયત્નશીલ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.