એપોલો હોસ્પિટલ્સે પ્રથમ ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીનો નફો 42% જેટલો વધ્યો છે અને માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જે હેલ્થકેર સેક્ટરમાં મજબૂત કામગીરીનો સંકેત આપે છે. બીજી બાજુ, PI ઇન્ડસ્ટ્રીઝના પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળા રહ્યાં, જેમાં નફામાં 11%નો ઘટાડો થયો અને આવકમાં પણ 8%ની ઘટાડો નોંધાયો, સાથે માર્જિન પર દબાણ રહ્યું. ઓઇલ અને ગેસ સેક્ટરમાં ONGCએ સારા પરિણામો આપ્યા, જેમાં ત્રિમાસિક ધોરણે નફો 25% વધ્યો અને માર્જિનમાં 4%નો વધારો થયો.
OIL INDIAના નફામાં ત્રિમાસિક ધોરણે 45%નો ઉછાળો જોવા મળ્યો, જોકે આવકમાં 10%નો ઘટાડો અને માર્જિન પર દબાણ નોંધાયું. સ્ટીલ સેક્ટરમાં JSPLનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઘણું સારું રહ્યું, નફામાં 12%નો વધારો અને માર્જિનમાં સુધારો જોવા મળ્યો. અર્થતંત્રના દૃષ્ટિકોણથી પણ સારા સમાચાર આવ્યા છે, જુલાઈમાં રિટેલ મોંઘવારી 8 વર્ષના નીચલા સ્તરે 2.10% પરથી ઘટીને 1.55% પર આવી ગઈ છે, જે વ્યાજદર ઘટાડાની શક્યતાઓને મજબૂતી આપે છે.
આ તમામ સકારાત્મક પરિબળોના કારણે ભારતીય શેરબજારમાં મજબૂતી જોવા મળી રહી છે, નિફ્ટી લગભગ 60 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે પણ સકારાત્મક વલણ છે, એશિયન બજારોમાં જાપાનનો સૂચકાંક 1%થી વધુ ઉછળ્યો છે, જ્યારે અમેરિકા ખાતે મોંઘવારીમાં નરમાઈને કારણે વ્યાજદર ઘટાડાની આશાએ રોકાણકારોમાં ઉત્સાહ છે, જેના પરિણામે S&P 500 અને Nasdaq રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે અને ડાઉ જોન્સમાં 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel