Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવારની રાતે બની હતી, જ્યારે પીડિત બાળકી ઘરની નજીકથી નીકળેલી. એ સમયે ચારેય આરોપીઓ ત્યાં પહોંચ્યા અને બળજબરીથી તેનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી દીધી. ત્યારબાદ તેઓ છોકરીને જંગલમાં લઈ ગયા, જ્યાં ક્રૂરતાથી એક પછી એક ચારેયે તેની સાથે હેવાનિયત કરી. ઘટના બાદ આરોપીઓ પીડિતાને બેભાન અવસ્થામાં જંગલમાં છોડી ભાગી ગયા.

પીડિતાનું પરિવારજનો જ્યારે મોડી રાત સુધી તેને શોધી શક્યા નહીં, ત્યારે ચિંતિત થઈને આસપાસ તપાસ શરૂ કરી. લાંબી શોધખોળ બાદ તેઓને છોકરી જંગલની બાજુમાં બેભાન હાલતમાં મળી, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં હાલ તેનું સારવાર ચાલી રહ્યું છે. ડોક્ટરો અનુસાર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિ અત્યંત નાજુક છે.

શુક્રવારે સવારે પીડિતાના પિતાએ બક્ષી કા તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી શિવા સિંહ, રાજ અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ અપહરણ તથા સામૂહિક દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. પોલીસ ટીમોએ ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. પોલીસ સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરી રહી છે જેથી આરોપીઓના ચોક્કસ હુલિયા અને ચાલચાલ વિશે વધુ માહિતી મળી શકે.

આ ઘટના માત્ર એક પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ પેદા કરી રહી છે. લોકોમાં ગુસ્સો છે કે નિર્દોષ બાળકી પર આટલો ભયાનક કૃત્ય કરનારાને કડકથી કડક સજા આપવામાં આવે. સામાજિક સંગઠનો અને મહિલાઓના અધિકાર માટે કાર્યરત સંસ્થાઓએ પણ સરકાર અને પોલીસ તંત્રને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના ફરી એક વાર મહિલાઓ અને બાળકીની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા કરે છે અને એ સંદેશ આપે છે કે આવા નરાધમો સામે કડક કાયદાકીય પગલાં લેવાં અનિવાર્ય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.