Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 28°C

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા

ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, જેમાં બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ અને પાકવાન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 6મી સપ્ટેમ્બરે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7મી સપ્ટેમ્બર માટે પણ આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય સચિવે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા સૂચના આપી હતી. ડેમોના જળસ્તર અંગે વિગતવાર માહિતી મેળવીને જરૂર પડે ત્યારે પાણી છોડવાની વ્યવસ્થા કરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગામોને સમયસર એલર્ટ કરવા પર ભાર મૂકાયો હતો. નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ તથા અન્ય બચાવ દળોને સજ્જ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, સુરક્ષિત જગ્યાએ રહેવા અને સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.