Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

વાપીમાંથી 25 કરોડના MD ડ્રગ્સ પકડાયા, 5 આરોપીઓની ધરપકડ

વાપીમાંથી 25 કરોડના MD ડ્રગ્સ પકડાયા, 5 આરોપીઓની ધરપકડ

રાજ્યમાં ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને પોલીસ-એજન્સીઓ માટે મોટું માથાનું દુખાવું બની ગયો છે. તાજેતરમાં વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એટીએસ (ATS) અને એસઓજી (SOG)ની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એમડી (MD) ડ્રગ્સનું કારખાનું ઝડપાયું છે. પોલીસે સ્થળ પરથી પાંચ કિલોથી વધુ માત્રામાં એમડી ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 25 કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં પેરોલ જમ્પ કરેલો આરોપી, તેનો પુત્ર અને તેમના સાથીદારો સહિત પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બંગલામાં ખાસ લેબોરેટરી બનાવીને એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તૈયાર થયેલી કન્સાઈનમેન્ટ રાજ્યની અંદર જ નહીં, પરંતુ દેશના અન્ય વિસ્તારોમાં પણ સપ્લાય થતી હતી. આરોપીઓ લાંબા સમયથી ગોપનીય રીતે આ ધંધો ચલાવી રહ્યા હતા અને મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસે હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓ સામેલ છે તે બહાર આવી શકે.

આ ઘટના એ પણ દર્શાવે છે કે ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે. એક બાજુ રાજ્યમાં દારૂની કડક બંધી છે, પરંતુ બીજી બાજુ અત્યંત ખતરનાક સ્તરે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. આંકડા ચોંકાવનારા છે—છેલ્લા સાત વર્ષમાં માત્ર ગુજરાતના દરિયા કિનારા પરથી જ અંદાજે 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ સરેરાશ પ્રતિદિન 15 કરોડ રૂપિયાના ડ્રગ્સની જપ્તી સમાન છે.

ગુજરાતને શાંત અને સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે ગુનેગારો અહીં નશાની દુકાન ચલાવવામાં, ગુનાઓ આચરવામાં અને યુવાવર્ગને નશાની લત લગાડવામાં વ્યસ્ત છે. નશાખોરીનો આ ખતરનાક પ્રવાહ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર અને એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે છતાં પણ દર વખતે નવા નવા કારખાનાં અને સપ્લાય ચેઇન બહાર આવી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ડ્રગ્સના આંધળા ધંધાને રોકવા માટે માત્ર કાયદો પૂરતો નથી, પણ કડક અમલ અને લાંબા ગાળાની સુવ્યવસ્થિત નીતિ જરૂરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.