Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2025માં યોજાયેલી CA પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન તબક્કાની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. ફાઇનલ પરીક્ષામાં (બંને ગ્રુપ) કુલ 16,800 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જેમાંથી માત્ર 2,727 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ રીતે ફાઇનલ પરીક્ષાનો કુલ પાસિંગ રેટ 16.23% રહ્યો છે. ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં (બંને ગ્રુપ) 36,398 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 3,663 ઉમેદવારો પાસ થયા છે અને પાસિંગ રેટ 10.06% નોંધાયો છે.

ફાઉન્ડેશન પરીક્ષામાં કુલ 98,827 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 14,609 ઉમેદવારો સફળ રહ્યા છે. આ રીતે ફાઉન્ડેશન પરીક્ષાનો કુલ પાસ થવાનો દર 14.78% રહ્યો છે. પુરુષ ઉમેદવારોમાં પાસિંગ રેટ 15.74% રહ્યો, જ્યારે સ્ત્રી ઉમેદવારોનો પાસિંગ રેટ 13.76% નોંધાયો છે. ચેન્નાઈની એલ. રાજલક્ષ્મીએ 360 માર્ક્સ (90%) મેળવી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રેમ અગ્રવાલે 354 માર્ક્સ સાથે બીજું સ્થાન અને નીલ રાજેશ શાહે 353 માર્ક્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજકોટના જિગર રાચ્છે ફાઇનલ પરીક્ષામાં સર્વભારત સ્તરે 20મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

આ પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઈ હતી. વિદ્યાર્થીઓ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને ICAIની અધિકૃત વેબસાઇટ icai.nic.in પર પોતાના પરિણામો જોઈ શકે છે. ICAIએ જણાવ્યું છે કે પરિણામ સાથે માર્કશીટ પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે જ, ICAIએ જાન્યુઆરી 2026 સત્ર માટેની પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ 3 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. આગામી CA પરીક્ષાઓનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર રજિસ્ટ્રેશન પૂર્ણ કરે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરે જેથી કોઈ તકનીકી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ રીતે ICAIના તાજેતરના પરિણામો CA ક્ષેત્રમાં સ્પર્ધાની કઠિનતા અને ઉચ્ચ શૈક્ષણિક ધોરણોનો પુરાવો આપે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.