યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસજી મહારાજની પ્રેરણાથી તુલસી વિવાહનો ઉત્સવ પૂર્ણ થયો. આ ઉત્સવમાં 5000થી પણ વધુ લોકોએ ભગવાનના લગ્નનો લાભ લીધો ગણેશ સ્થાપન , ગ્રહશાંતિ અને ખૂબ જ અલૌકિક એવા ગો પૂજન નો લાભ સૌ ભક્તજનો એ લીધો આ સાથે ભગવાનનો ભવ્ય વરઘોડો બેન્ડવાજા સાથે નીકળ્યો હતો.
આ કાર્યક્રમમાં ભગવાનના લગ્નના શુભ પ્રસંગે સૌ ભક્તજનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી આમ આવા ઉત્સવો માનવ જીવનમાં નવી ચેતના અને ઉત્સાહ નું સિંચન કરે છે તે આ પ્રસંગે ચરિતાર્થ થયું અને સમયાંતરે આવા ઉત્સવ શ્રી સંતરામ દેરી ખાતે સતત ઉજવાતા રહે તેવી શુભ ભાવના પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel