કોઇ પણ સાચો મતદાર મતદાન યાદીમાંથી બાકાત રહી ન જાય તે માટે નો પ્રયાસ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવશે. – ડો. હેમાંગભાઇ જોષી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 12 રાજયો કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુઘારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. ગાંઘીનગર ટાઉન હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રિય મંત્રી નીમુબેન બાંભણીયા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની સમજ માટેની ગુજરાત પ્રદેશની કાર્યશાળા આજરોજ યોજાઇ હતી. કાર્યશાળાના પ્રારંભ પુર્વે સાંસદ ડો. હેમાંગભાઇ જોષીએ પ્રેસ મીડિયાને સંબોધન કરી કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી.
ડો.હેમાંગભાઇ જોષીએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘણા લાંબા સમય પછી એસ.આઇ.આરની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 12 રાજયોમાં એસ.આઇ.આરની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજયનો પણ સમાવેશ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજરોજ એસ.આઇ.આરની સમગ્ર પ્રક્રિયાની જાણકારી કાર્યકર્તાઓને મળે તે માટે કાર્યશાળા યોજવામાં આવી છે. મતદાન સઘન સુઘારણા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાય અને દરેક કાર્યકર્તા બુથ લેવલ સુઘી મતદારોને એસઆઇઆર અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરે તે બાબતે આજની બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ કાર્યશાળા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પક્ષના વરિષ્ઠ નેતાઓનુ માર્ગદર્શન મળ્યુ છે. વર્ષ 2002માં છેલ્લા ચૂંટણી પંચ દ્વારા એસ.આઇ.આર કરવામાં આવ્યુ હતું અને એક પોઝિટિવ ડ્રાઇવ બને તે માટે બુથ લેવલ સુઘીનો કાર્યકર્તા પણ જોડાય અને મતદારોમાં આ વિષય અંગે જાગૃતતા લાવી કોઇ પણ સાચો મતદાર મતદાન યાદીમાંથી બાકાત રહી ન જાય તે માટે નો પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યશાળામાં એસ.આઇ.આર કાર્યશાળાના ઇન્ચાર્જ ડો. હેમાંગભાઇ જોશી તેમજ મહેશભાઇ કસવાલા, સાંસદઓ, મંત્રીઓ, ધારાસભ્યઓ, જિલ્લા પ્રમુખઓ, પ્રભારીઓ તેમજ અપેક્ષીત શ્રેણીના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel