ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરમાં માનવતાને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક બેંકકર્મીએ પોતાના જ પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો હતો. આ કૃત્યનો 11 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વીડિયો રૈડોપુર વિસ્તારમાં LIC ઓફિસ નંબર-2ની પાછળના ભાગનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક યુવક નશાની હાલતમાં જમીન પર પડેલો છે, જ્યારે આરોપી સાહિલ કુમાર બેધડક રીતે તેના ચહેરા પર પેશાબ કરી રહ્યો છે.
પોલીસે વીડિયો વાઈરલ થયા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરી અને આરોપી સાહિલ કુમારને ધરપકડ કરી લીધો. આઝમગઢના એસપી શુભમ ટોડીએ જણાવ્યું કે, “વાઈરલ થયેલા વીડિયોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી તેને જેલમાં મોકલી દેવાયો છે. તપાસ ચાલુ છે.”
UP: आजमगढ़ से आई एक शर्मसार करने वाली घटना सोशल मीडिया पर बैंक कर्मी का अमानवीय चेहरा हुआ बेनकाब।
वीडियो में बैंक कर्मी शराब के नशे में धुत एक युवक के चेहरे पर पेशाब करता हुआ नजर आ रहा है।
फुटपाथ पर पड़े युवक के साथ इस तरह का अपमानजनक व्यवहार बहुत ही निंदनीय है!@azamgarhpolice pic.twitter.com/R90x5y9lAz
— Manish Yadav (@ManishY78062388) November 5, 2025
તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે, પરંતુ તાજેતરમાં જ કોઈએ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા તે ઝડપથી વાયરલ થઈ ગયો. આરોપી સાહિલ કુમાર મઉ જિલ્લાના એક બેંકમાં કામ કરે છે, જ્યારે પીડિત તેનો પાડોશી અને નજીકનો મિત્ર હોવાનું જણાયું છે. બંનેને નશાની આદત હોવાનો પણ પોલીસને પુરાવો મળ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ વ્યક્તિગત દુશ્મની હોવાનું બહાર આવ્યું નથી.
આ ઘટનાને લઈને શહેરમાં ભારે ગુસ્સો ફેલાયો છે. સ્થાનિક લોકોએ આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર #AzamgarhPeshabKand હેશટેગ સાથે ન્યાયની માગણી કરી રહ્યા છે.
ગત કેટલાક મહિનાઓમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના વિસ્તારોમાં પણ આવી અશ્લીલ હરકતોના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો દારૂ અથવા નશાની હાલતમાં અતિશય હદે પહોંચતાં જોવા મળ્યાં છે. આઝમગઢની ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે નશાની આડમાં વધતા અપરાધોને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.
હાલ પોલીસ આ કિસ્સાની દરેક દિશામાં તપાસ કરી રહી છે અને પીડિત પરિવારને સુરક્ષા આપવામાં આવી છે. સમાજના તમામ વર્ગો આ ઘટનાને નિંદનીય ગણાવી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કેસમાં ઉદાહરણરૂપ સજા આપી અન્ય લોકોને ચેતવણી આપવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel