રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઈનકાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે ત્રણ દિવસની શિબિરના અંતિમ દિવસે એક જુનિયર કક્ષાના અધિકારી દ્વારા આડક્તરી રીતે દારૂબંધી હળવી કરવાનું સૂચન થયું હતું અને એ સમયે બેઠકમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.
અધિકારીના જણાવ્યા મુજબ એ અધિકારીએ એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, આપણે ઈઝ ઓફ લિવિંગની વાતો કરીએ છીએ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો કરીએ છીએ તો ઈઝ ઓફ એન્જોયમેન્ટ શા માટે નહીં, જો આપણે ઈઝ ઓફ એન્જોયમેન્ટ માટે પગલાં લઈએ તો રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને એનાથી મોટો લાભ થઈ શકે. દારૂબંધી હળવી કરવા માટે આડક્તરી રીતે થયેલું આ સૂચન અધિકારીઓમાં અને શિબિરમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. ભૂતકાળમાં રાજ્યના સિનિયર અધિકારીઓ દ્વારા પ્રવાસન ઉદ્યોગને વિસ્તારવા માટે દારૂબંધી હળવી કરવા એકથી વધુ વખત સૂચનો થઈ ચૂક્યાં છે
જેની અહીં યાદ અપાવવી રહી છે. ખુદ રાજય સરકારે પણ બે વર્ષ પહેલા ગાંધીનગરની ગિફ્ટસિટીમાં રોકાણને વેગ આપવા સ્થાનિક ધોરણે દારૂ પીવા માટે છૂટછાટો જાહેર કરેલી છે. ત્યારે ૨૦૩૦માં અમદાવાદમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં દારૂબંધી વધુ હળવી કરવા રાજ્ય સરકાર ઉપરોક્ત ભલામણ પછી શું પગલાં લે છે તે જોવું રહ્યું.
મંત્રીઓ-અધિકારીઓએ રાત્રિ ક્રિકેટ રમી મનોરંજન મેળવ્યું
વલસાડના ધરમપુર ખાતેના આશ્રમમાં યોજાયેલી ચિંતન શિબિર કંટાળાજનક ના બને તે માટે આનંદ-પ્રમોદને પણ સ્થાન આપાયું હતું. જેમ કે પ્રથમ દિવસે રાત્રે મંત્રીઓ અને અધિકારીઓ ટીમ પાડીને ક્રિકેટ. વોલીબોલ, ટેનિસ જેવી રમતો રમ્યા હતા, તો બે જુથચર્ચાના સેશન વચ્ચે બ્રેકના સમયમાં માનસિક થાક ઉતારવા અધિકારીઓ મંત્રીઓને યોગાસન કરાવવામાં આવ્યા હતા દરેક અધિકારી અને મંત્રીએ વલસાડથી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં પરત ફરતી વખતે વારાફરતી ગીત ગાઈને, હાઉસી રમીને આનંદ કર્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel