મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવ અને ડૉ. ઇશિતા યાદવના લગ્ન ઉજ્જૈનના સાંવરાખેડીમાં આયોજિત એક ભવ્ય પરંતુ સાદગીપૂર્ણ સમૂહલગ્ન સમારોહમાં થયા, જેમાં કુલ 22 યુગલો સાથે મળીને વૈદિક વિધિઓ પૂર્ણ કરી.
આ વિશાળ સમૂહલગ્ન કાર્યક્રમમાં બાબા રામદેવ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, તુલસી સિલાવત સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા; વરમાળા દરમિયાન બાબા રામદેવે મંત્રોચ્ચાર પણ કર્યા. અખાડા પરિષદે તમામ યુગલોને ₹1.25 લાખની સહાયની જાહેરાત કરી જ્યારે બાબા રામદેવે પતંજલિ તરફથી દરેક યુગલને ₹1 લાખ આપવાની જાહેરાત કરી. સમારોહની વિશેષતા એ રહી કે મુખ્યમંત્રીના પુત્ર-પુત્રવધૂ અન્ય યુગલો સાથે જ સમૂહલગ્ન મંડપમાં બેઠા, જે તેમની સાદગી અને સામાજિક સમાનતાના સંદેશને ખૂબ વખાણવામાં આવી રહ્યું છે.
बाबा महाकाल, भगवान श्री गोपाल कृष्ण की असीम कृपा और पूज्य माताजी-पिताजी के आशीर्वाद से आज सुपुत्र डॉ. अभिमन्यु और सौभाग्यवती डॉ. ईशिता सहित कुल 21 नवयुगल सामूहिक विवाह समारोह में परिणय सूत्र में बंधे।
सनातन संस्कृति, सामाजिक समरसता और समानता की त्रिवेणी बने इस मांगलिक अवसर पर आप… pic.twitter.com/pdw0RefTF5
— Dr Mohan Yadav (@DrMohanYadav51) November 30, 2025
પહેલા દિવસે માતા પૂજનના કાર્યક્રમમાં CM મોહન યાદવ, તેમની પત્ની, પુત્રી ડૉ. આકાંક્ષા, મોટા પુત્ર વૈભવ અને અન્ય સગાં-સબંધીઓએ ગરબા અને ડાન્સ કરીને આનંદ વ્યક્ત કર્યો, જ્યારે બીજા દિવસે કાર્નિવલ કાર્યક્રમમાં અભિમન્યુ અને ઇશિતાએ ચશ્મા પહેરીને બળદગાડા પર ભવ્ય એન્ટ્રી કરી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
CMએ પોતાના દીકરાની સગાઈ વખતે જ એક સાદા કાર્ડ સાથે X પર શુભચિંતકોને માહિતી આપી હતી, અને લગ્નનું આમંત્રણ પત્ર પણ એટલું જ સરળ અને પરંપરાગત હોવાથી લોકો તેને મુખ્યમંત્રીની સાદગીનું ઉદાહરણ કહી રહ્યા છે. સમૂહલગ્ન જેવી સામાજિક રીતે મહત્વપૂર્ણ પરંપરા સાથે પોતાના પુત્રના લગ્ન કરાવી CM મોહન યાદવએ સમાજમાં સમાનતા, સંયમિત ખર્ચ અને સામૂહિકવિધિનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel