click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
Gujarat

માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ

દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે.

Last updated: 2026/01/09 at 2:51 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન (V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી વિકસાવી રહી છે, જે માર્ગ સુરક્ષામાં એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજી દ્વારા વાહનો એકબીજા સાથે રીઅલ-ટાઇમમાં માહિતી શેર કરી શકશે અને અકસ્માતોની સંભાવનાને ઘણી હદ સુધી ઘટાડી શકશે.

V2V એટલે કે વ્હીકલ-ટુ-વ્હીકલ ટેકનોલોજી હેઠળ રસ્તા પર ચાલતા વાહનો પરસ્પર સીધો સંવાદ કરશે. આ સિસ્ટમ ડ્રાઇવરને આસપાસના વાહનોની ગતિ, તેમની સ્થિતિ, અચાનક બ્રેક લાગવાની જાણકારી અને ખાસ કરીને બ્લાઇન્ડ સ્પોટમાં રહેલા વાહનો વિશે તરત જ એલર્ટ આપશે. આ એલર્ટ મળતા જ ડ્રાઇવર સમયસર નિર્ણય લઈ શકશે, જેના કારણે ટક્કર થવાની શક્યતા નોંધપાત્ર રીતે ઘટશે. આ ટેકનોલોજી સિમ કાર્ડ જેવી એક ખાસ ચિપ દ્વારા કામ કરશે, જે વાહનમાં લગાવવામાં આવશે. જ્યારે કોઈ વાહન ખૂબ નજીક આવશે અથવા જોખમી સ્થિતિ સર્જાશે, ત્યારે તરત જ ચેતવણી મળશે. ખાસ કરીને ઘન ધુમ્મસ, ઓછી દૃશ્યતા અને પાછળથી થતી ટક્કરો અટકાવવામાં આ સિસ્ટમ અત્યંત અસરકારક સાબિત થશે.

સરકાર તરફથી આ ટેકનોલોજીના અમલીકરણ માટે પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે આ હેતુ માટે દૂરસંચાર વિભાગ સાથે સંયુક્ત કાર્યદળ રચવામાં આવ્યું છે. દૂરસંચાર વિભાગે V2V સંચાર માટે 30 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ (5.875 થી 5.905 ગીગાહર્ટ્ઝ)ના ઉપયોગને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરએ માહિતી આપી કે આ ટેકનોલોજી હાલ દુનિયાના થોડા જ દેશોમાં ઉપયોગમાં છે અને ભારતમાં તેને અમલમાં મૂકવા માટે અંદાજે ₹5,000 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. શરૂઆતમાં આ સિસ્ટમ નવા વાહનોમાં ફરજિયાત રીતે લગાવવામાં આવશે અને બાદમાં તબક્કાવાર રીતે તમામ વાહનોમાં તેને લાગુ કરવાની યોજના છે.

આ સાથે ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સમગ્ર દેશમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરશે. આ યોજના અંતર્ગત અકસ્માતના પીડિતોને ઘટનાની તારીખથી મહત્તમ સાત દિવસ સુધી ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. યોજનાનો મુખ્ય હેતુ સમયસર સારવારના અભાવે થતાં મૃત્યુ ઘટાડવાનો છે.

સાથે સાથે, સ્લીપર કોચ બસોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે કડક નિયમો લાવવાનો નિર્ણય કર્યો છે. હવે સ્લીપર કોચ બસોનું નિર્માણ માત્ર ઓટોમોબાઈલ કંપનીઓ અથવા કેન્દ્ર સરકારથી માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં જ થશે. હાલની બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ માટે હથોડી, ઇમરજન્સી લાઇટિંગ અને ડ્રાઇવર માટે ઊંઘની ચેતવણી આપતા ઉપકરણો ફરજિયાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં સ્લીપર કોચ બસોમાં આગ લાગવાની છ મોટી ઘટનાઓમાં 145 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત, સરકાર આગામી બજેટ સત્રમાં મોટર વાહન અધિનિયમમાં 61 સુધારા લાવવાની તૈયારી કરી રહી છે, જેના માધ્યમથી માર્ગ સુરક્ષા મજબૂત બનાવવી, નાગરિક સેવાઓમાં સુધારો કરવો અને ભારતીય કાયદાઓને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: 'V2V' technology, ‘V2V’ ટેક્નોલોજી, @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Nitin Gadkari, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Road Accident, topnews, topnewschannelinindia, vehicles, અત્યાધુનિક ટેકનોલોજી, કેન્દ્ર સરકાર, કેન્દ્રીય માર્ગ પરિવહન, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, ટેકનોલોજી સિમ કાર્ડ, દૂરસંચાર વિભાગ V2V સંચાર, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વાયરલેસ ટેકનોલોજી, વાહન-થી-વાહન, વ્હીકલ-ટુ-વ્હીકલ ટેકનોલોજી, સચિવ વી. ઉમાશંકર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સહકાર ભારતી-ગુજરાત દ્વારા ૧૦૦ વર્ષ જૂની ૨૦૦થી વધુ સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે
Next Article કપડવંજ ટાઉન પોલીસે દહેગામના આરોપીને ઝડપ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?