સહકાર ભારતીના સ્થાપના દિવસ ૧૧ જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિવસ અને આર એસ.એસ.ના શતાબ્દી વર્ષ ના ઊપલક્ષ્યમાં જે સહકારી સંસ્થાઓએ ૧૦૦ વર્ષોથી વધુ સમય પૂર્ણ કર્યો છે અને આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે તેવી ૨૦૦થી વધુ સંસ્થાઓ જેમા અમદાવાદ ડિ. કો ઓ. બેન્ક, કોડીનાર તાલુકા કો-
ઓપરેટીવ બેંક યુનિયન લીમીંટેડ, ગુજરાત ની પ્રથમ સેવા સહકારી મંડળી – વિસલપુર સેવા સહકારી મંડળી તેમજ ધી અમદાવાદ પોસ્ટ એન્ડ ટેલીગ્રામ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. વગેરે નુ સન્માન કરવા માટે આગામી દિવસોમાં તા.૦૭-૦૧-૨૦૨૬ થી ૧૮-૦૧-૨૦૨૬ સુધી ગુજરાત રાજ્યના તમામ તાલુકા અને જિલ્લાઓમાં સોથી વધુ સ્થાનો પર વિવિધ કાર્યક્રમો યોજાશે. જેની માહિતી સહકાર ભારતીના પ્રદેશ મંત્રી જલ્પાબેન જૈને એક અખબારી યાદીમાં આપી હતી.
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે આજથી ૪૮ વર્ષો પહેલા ૧૧-જાન્યુઆરી ૧૯૭૯ ના રોજ મુંબઈમાં સહકાર ભારતી ની સ્થાપના કરવામાં આવી હતી.
સહકાર ભારતીનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રને શુદ્ધ અને મજબૂત બનાવવાનો છે, જે લોકોની આર્થિક સેવા કરીને સમાજના આર્થિક ઉત્થાનમાં ફાળો આપે છે.
જેમ કે સહકારી સંસ્થાઓમાં રહેલી ખામીઓ દૂર કરવી, સહકારી કાર્યકરોને તાલીમ આપવી અને કેળવવી, સામાન્ય લોકોમાં સહકારી સંસ્થાઓનો પ્રચાર અને પ્રસાર કરવો, પરિસંવાદો, ચર્ચાઓ, પરિષદો, તાલીમ વર્ગો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ પેદા કરવી, સહકારી સાહિત્ય પ્રકાશિત કરવું, સહકારી સમસ્યાઓના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડવું, મોડેલ સહકારી સંસ્થાઓ શરૂ કરવી, ચલાવવી અને વિસ્તરણ કરવું, સામાજિક કાર્યકરો અને આદર્શ સહકારી કાર્યકરોનું સન્માન અને આયોજન કરવું, અને સહકારી સંસ્થાઓને સામાજિક રીતે ઉપયોગી બનાવવી વગેરે સહકાર ભારતી ના અન્ય ઉદ્દેશો અને કાર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel