કપડવંજ ટાઉન પોલીસ ટીમે કોમ્બીંગ નાઈટ દરમ્યાન દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી.
નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ખાસ ડ્રાઈવ દરમિયાન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. તે દરમિયાન કોમ્બીંગ નાઈટનું આયોજન અન્વયે પોલીસ ઈન્સપેક્ટર જનકસિંહ દેવડા પોલીસ કર્મચારીઓ સાથે કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનાના નાસતા ફરતા આરોપી વસીમઅક્રમ ફરીદમીયા કડીયા ઉ.વ.૨૫ રહે.ઈન્દિરાનગર, બહીયલ તા.દહેગામ જી. ગાંધીનગર કપડવંજ થઈ મહુધા તરફ જનાર છે. જે અન્વયે ત્રિવેણી પાર્ક ખાતે વાહન ચેકીંગ દરમ્યાન બાતમીના વર્ણન મુજબના આરોપીને ઝડપી તેની વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧) (જે) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી દહેગામ પોલીસ સ્ટેશન જી.ગાંધીનગરનાઓને આરોપીનો કબ્જો સોંપવા તજવીજ કરવામાં આવી હતી.
દહેગામ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કપડવંજ ટાઉન પોલીસે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી હતી. આરોપી દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં સંડોવાયેલ છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel