પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફંડ એકઠું કરવાના દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી છે.
National Investigation Agency today conducted searches at nine locations in Punjab and one in Haryana in connection with a criminal conspiracy to raise funds for the banned terrorist organization Khalistan Tiger Force (KTF), and also smuggle arms, ammunition and explosives for it… pic.twitter.com/NS06qV3Pq7
— ANI (@ANI) June 6, 2023
આ જ કેસમાં NIAએ 19 મેના રોજ ફિલિપાઈન્સના મનીલાથી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતા જ આતંકવાદી અર્શ દલ્લાના બે નજીકના સાથીઓની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ અમૃતપાલ સિંહ અને અમૃતક સિંહ તરીકે થઈ હતી. NIA દ્વારા ઓપરેશન હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ અગાઉ જણાવ્યું હતું કે, NIA દિલ્હી કોર્ટે ભારતમાં પ્રતિબંધિત સંગઠનોની ગેરકાયદેસર અને હિંસક પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.