Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ભારતમાં ફરી OTT એપ્સ પર કાર્યવાહી, અશ્લીલ કન્ટેન્ટ મામલે 5 OTT એપ્સ પર પ્રતિબંધ

ભારતમાં ફરી OTT એપ્સ પર કાર્યવાહી, અશ્લીલ કન્ટેન્ટ મામલે 5 OTT એપ્સ પર પ્રતિબંધ

ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલ અને પોર્નોગ્રાફિક સામગ્રી સામે કડક કાર્યવાહી કરતા Ministry of Information and Broadcasting (MIB)એ મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વચ્છ અને જવાબદાર કન્ટેન્ટ જાળવવાના હેતુથી 5 લોકપ્રિય OTT એપ્લિકેશનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ પર પ્રસારિત થતી સામગ્રી દેશના નૈતિક મૂલ્યોને અસર કરતી હતી અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે તેવી હતી. આ નિર્ણય સાથે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.

આ 5 OTT એપ્સ પર પ્રતિબંધ

મંત્રાલયના અધિકારીઓ અનુસાર લાંબી તપાસ અને યોગ્ય પ્રક્રિયા બાદ નીચેની 5 OTT એપ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે:

  • MoodXVIP

  • Koyal Playpro

  • Digi Movieplex

  • Feel

  • Jugnu

આ તમામ એપ્સને હવે Google Play Store અને Apple App Store પરથી હટાવી દેવામાં આવી છે. ઉપરાંત દેશભરના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ એપ્લિકેશનોના તમામ URL અને ડોમેનને બ્લોક કરે, જેથી ભારતીય IP એડ્રેસ પરથી આ પ્લેટફોર્મ્સને એક્સેસ ન કરી શકાય.

પ્રતિબંધ પાછળનું કારણ

સરકારના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ફિલ્મો અને વેબ સિરીઝમાં અતિશય અશ્લીલ દ્રશ્યો અને વાંધાજનક સામગ્રી દર્શાવવામાં આવી રહી હતી. યુઝર્સને આકર્ષવા અને સબ્સ્ક્રિપ્શન વધારવા માટે કેટલીક એપ્સ પર એવા પ્રકારની સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી હતી જે સમાજમાં નકારાત્મકતા ફેલાવી શકે. સરકારનું માનવું છે કે આ પ્રકારની સામગ્રી યુવાનો પર ખોટી અસર પાડી શકે છે અને સમાજમાં અસ્વસ્થ માનસિકતા ઉભી કરી શકે છે.

કાયદાકીય આધાર: IT Act હેઠળ કાર્યવાહી

આ એપ્સ સામે કાર્યવાહી Information Technology Act 2000 હેઠળ કરવામાં આવી છે. ખાસ કરીને કલમ 67 અને 67A હેઠળ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અશ્લીલ અથવા અયોગ્ય સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત Information Technology Rules 2021 મુજબ પણ આ એપ્સ જરૂરી નિયમો અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે સરકારે કડક પગલું ભરવું પડ્યું.

અત્યાર સુધી 30 OTT એપ્સ પર કાર્યવાહી

આ પહેલીવાર નથી જ્યારે સરકારે OTT પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરી હોય. તાજેતરમાં સંસદના બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી Jitin Prasadaએ માહિતી આપી હતી કે વર્ષ 2025 દરમિયાન પણ સરકારે અશ્લીલ સામગ્રી પ્રસારિત કરતી 25 જેટલી OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ALTT, Ullu અને Desiflix જેવા જાણીતા નામોનો સમાવેશ થતો હતો. નવી પાંચ એપ્સને બેન કર્યા બાદ હવે કુલ 30 એપ્સ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

ડિજિટલ સ્પેસમાં કાયદો સર્વોપરી

સરકારે આ કાર્યવાહી ગૃહ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કરી છે. નિષ્ણાતો માને છે કે આવી એપ્સના લાખો ડાઉનલોડ્સ યુવાનોમાં વિકૃત માનસિકતા પેદા કરી શકે છે. સરકારનું માનવું છે કે ડિજિટલ સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો અર્થ અશ્લીલતા ફેલાવવાનો નથી. આ પગલાં દ્વારા સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદા અને સામાજિક જવાબદારીનું પાલન કરવું ફરજિયાત છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.