ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2017 પછી પીએમ મોદીની આ બીજી ઇઝરાયેલ મુલાકાત છે, જેને ભારત-ઇઝરાયેલ સંબંધોમાં નવા અધ્યાય તરીકે માનવામાં આવી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલય Ministry of External Affairs India (MEA) અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી, ટેક્નોલોજી સહયોગ અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. બંને નેતાઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી, ઇનોવેશન, રક્ષા-સુરક્ષા, કૃષિ, જળ વ્યવસ્થાપન, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે નવી તકો શોધશે. ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi emplanes for Israel.
At the invitation of the Prime Minister of Israel, Benjamin Netanyahu, Prime Minister Narendra Modi will pay a State visit to Israel on February 25-26, 2026. This will be the second visit of the Prime Minister to… pic.twitter.com/8YH3VoJjDQ
— ANI (@ANI) February 25, 2026
મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી 25 ફેબ્રુઆરીએ તેલ અવીવ સ્થિત Ben Gurion International Airport પર પહોંચશે, જ્યાં વડાપ્રધાન નેતન્યાહુ તેમનું સત્તાવાર સ્વાગત કરશે. 2017ની મુલાકાતની જેમ બંને નેતાઓ સાથે મળીને યરુશલેમ તરફ પ્રવાસ કરશે અને ત્યારબાદ તેલ અવીવમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
26 ફેબ્રુઆરીએ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય ચર્ચા થશે, જેમાં ભારત-ઇઝરાયેલ સહયોગની હાલની સ્થિતિ અને ભવિષ્યના નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ચર્ચા બાદ બંને નેતાઓ સંયુક્ત પ્રેસ નિવેદન પણ આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ઇઝરાયેલની સંસદને સંબોધિત કરશે, જે વિદેશી નેતાઓને મળતું વિશેષ સન્માન માનવામાં આવે છે.
અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરશે. તેઓ યરુશલેમમાં આવેલ હોલોકોસ્ટ સ્મૃતિસ્થળ Yad Vashemની મુલાકાત પણ લેશે.
તે સિવાય એક ઇનોવેશન ઇવેન્ટમાં ભાગ લેવા, ઇઝરાયેલમાં વસતા ભારતીય અને યહૂદી સમુદાય સાથે મુલાકાત કરવા અને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે પણ કાર્યક્રમો યોજાશે. મુલાકાતના અંતે વડાપ્રધાન નેતન્યાહુ દ્વારા પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં પ્રાઈવેટ ડિનર અને વિદાય સમારોહ પણ યોજાશે.
મુખ્ય એજન્ડા: રક્ષા, ટેક્નોલોજી અને અર્થતંત્ર
આ મુલાકાત દરમિયાન રક્ષા અને સુરક્ષા સહયોગ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંનો એક રહેશે. બંને દેશો વચ્ચે ડિફેન્સ પેક્ટ્સ, ડ્રોન ટેક્નોલોજી, મિસાઇલ સિસ્ટમ્સ, કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજી, સાયબર સુરક્ષા, લેસર ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા થશે.
કૃષિ ક્ષેત્રે ઇઝરાયેલની આધુનિક ટેક્નોલોજી, ખાસ કરીને ડ્રિપ ઇરિગેશન અને સ્માર્ટ ફાર્મિંગ પદ્ધતિઓનો લાભ ભારતને કેવી રીતે મળી શકે તેના પર પણ ચર્ચા થશે. ઉપરાંત વેપાર અને અર્થતંત્ર ક્ષેત્રે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA), રોકાણમાં વધારો અને ભારતીય કંપનીઓ માટે નવા અવસર અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
પ્રાદેશિક અને વૈશ્વિક સહકાર
બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે India Middle East Europe Economic Corridor (IMEC) જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત લેબર મોબિલિટી, સ્ટાર્ટઅપ સહયોગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર જેવા મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ થવાની સંભાવના છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મુલાકાતને ભારત-ઇઝરાયેલ સંબંધોમાં “નવો અધ્યાય” ગણાવી છે અને જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેની મિત્રતા આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel