કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂનથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. જે દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્ર સરકારના 9 વર્ષ ઉજવણી અને સંગઠન પર્વના કાર્યક્રમમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 મેના રોજ બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત સવારે 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન દ્વારકાધીશના દર્શનથી થઇ હતી. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
તેની બાદ તેમણે ગાંધીનગરમાં પોતાના સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ કરી હતી. આ પહેલમાં તેમણે બોરીજ ખાતે પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે ગાંધીનગરમાં આયોજિત પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહ્યા હતા.
21મે એ અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજયો હતો. 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવી 320 બસોનું લોકાર્પણ કર્યું હતું. બપોરે 1:15 વાગ્યે તેઓ ભાટ ખાતે અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બપોરે શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપી હતી. અમિત શાહ સાંજે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. તેની બાદ છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજવામાં આવ્યો હતો.