દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ દત્તક લેતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને રાહત આપનાર ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય અનુસાર હવે બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મેટરનિટી લીવનો સમાન અધિકાર મળશે. આ નિર્ણયથી દત્તક માતાઓને જૈવિક માતાઓ જેટલા હક્કો મળવાની દિશામાં મોટું પગલું ભરાયું છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલું બાળક જૈવિક બાળકથી કોઈ રીતે અલગ નથી. તેથી, બાળકની ઉછેર અને સંભાળ માટે માતાને મળતા તમામ અધિકારો દત્તક માતાને પણ મળવા જોઈએ. કોર્ટ મુજબ, હવે ત્રણ મહિનાથી વધુ ઉંમરના બાળકને દત્તક લેનાર મહિલાઓ પણ મેટરનિટી લીવ માટે પાત્ર રહેશે.
કોર્ટે આ નિર્ણયને માનવાધિકાર સાથે જોડતા જણાવ્યું છે કે માતૃત્ત્વ સંરક્ષણ એક મૂળભૂત અધિકાર છે અને તે દરેક હકદાર મહિલાને મળવો જોઈએ. મેટરનિટી લીવ માત્ર સુવિધા નહીં પરંતુ માતા અને બાળકના આરોગ્ય અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે. આ ચુકાદો દત્તક લેનાર દંપત્તિ અને તેમના પરિવાર માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
સાથે જ સુપ્રીમ કોર્ટે પેટરનિટી લીવના મુદ્દે સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે. કોર્ટએ કહ્યું કે પિતૃત્વ અવકાશ અંગેના નિયમો અને તેમાં કરવાના સંભવિત ફેરફારો અંગે હવે સરકાર યોગ્ય નીતિ ઘડશે.
આ ચુકાદા બાદ દેશમાં દત્તક પ્રથા અને કામકાજ કરતી મહિલાઓના અધિકારો અંગે નવી ચર્ચા શરૂ થવાની સંભાવના છે. આ નિર્ણયને સામાજિક સમાનતા અને નારી સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel