શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું.
ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મોરારિબાપુએ સહજ મુલાકાત લીધી હતી. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમની પ્રાસંગિક વાતચીત કરી વિશ્રાંતિ લાભ લીધો.
બગસરા રામકથા પૂર્ણાહુતિ બાદ ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. આશ્રમમાં પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. મહિલા મંડળના કંચનબેન માંગુકિયા, હિરાબેન માણિયા, વિમળાબેન માણિયા, મંજુબેન પટેલ, શાંતુબેન ડાભી, હંસાબેન લખાણી વગેરેએ વંદના ભાવ વ્યક્ત કરેલ.
આ વેળાએ આશ્રમ પરિવારના જાળિયા સહિત આજુબાજુનાં રણછોડભાઈ માણિયા, વિઠ્ઠલભાઈ માંગુકિયા, નટુભાઈ સવાણી, કરશનભાઈ માણિયા, કાળુભાઈ રાઠોડ, રામજીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, બાલાભાઈ પટેલ, રોનકભાઈ સોલંકી, મનુભાઈ લખાણી વગેરે કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel