કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમાં પાર્ટીના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ-નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવા, નાદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તેમજ મંડળ સ્તરના અનેક હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની વિશેષતા તરીકે ચીખદા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો અને તિલકવાડા વિસ્તારમાંથી કોંગ્રેસના 10થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ નવા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને પાર્ટીના સિદ્ધાંતોને અનુસરતા જનસેવામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સામાન્ય નાગરિકને સીધો લાભ મળી રહ્યો છે.
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસકાર્યોને રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો પણ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે.
જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ભાજપનું સંગઠન સતત મજબૂત બની રહ્યું છે અને કાર્યકરોની વધતી સંખ્યાથી પાર્ટીની લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
“અંત્યોદયથી સર્વોદય”ના સંકલ્પ સાથે 47 વર્ષથી ભાજપ રાષ્ટ્રહિત અને જનસેવામાં સમર્પિત રહી છે. કાર્યકરોના અવિરત પરિશ્રમ અને સમર્પણના બળે આગામી સમયમાં પણ પાર્ટી વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદભાઈ વસાવા, પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel