આગેવાનોની ઉપસ્થિતિ
આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસાવા (ઉપપ્રમુખ), ડૉ. પ્રફુલ વસાવા તથા એડવોકેટ રાજ વસાવા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા પક્ષની મજબૂતી માટે જરૂરી સૂચનો કર્યા હતા.
કાર્યકરોમાં ઉત્સાહ
દેડિયાપાડા તેમજ સાગબારા (ચીક્દા) વિસ્તારની વિવિધ બેઠકો માટે ઉમેદવારી ઇચ્છુક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નિરીક્ષકો દ્વારા દાવેદારોની લોકપ્રિયતા, કામગીરી અને ક્ષમતાના આધારે અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.
હવે આગળની પ્રક્રિયા
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પસંદગીની યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ બેઠક બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને કાર્યકરોમાં નવી ઊર્જા જોવા મળી રહી
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel