કેનેડામાં ભારતના પૂર્વ પીએમ દિવંગત ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકરનું ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કેનેડા માટે આ સારું નથી. આ પ્રકારની ઘટના બંને દેશો માટે યોગ્ય નથી. કોંગ્રેસે પણ આ મુદ્દો વિદેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે કેનેડામાં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત ઇન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવાના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે આ મોટો મુદ્દો ભારત વિરોધી પ્રવૃતિ માટે કેનેડાની જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતનો વિરોધ કરવા માટે કેનેડાનો ઉપયોગ કરવો ન તો આપણા સંબંધો માટે સારું છે અને ન તો તેમના માટે સારું છે. તેમણે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિદેશ મંત્રાલય દ્વારા એક વિશેષ બ્રીફિંગ બાજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આમાં એક મોટો મુદ્દો સામેલ છે, સ્પષ્ટ રીતે અમને સમજાતું નથી કે વોટબેંકની રાજનીતિની જરૂરિયાત સિવાય કોઈ આવું કેમ કરી શક્શે. આ પહેલા કોંગ્રેસે વિદેશ મંત્રી એસ જયશંકરને બ્રેમ્પટનમાં એક પરેડમાં ભૂતપૂર્વ વડાપ્રધાન દિવંગત ઈન્દિરા ગાંધીની હત્યાની એક ઝાંખીને લઈને કેનેડિયન સત્તાવાળાઓ પર સખત જવાબ આપવા વિનંતી કરી હતી.
#WATCH | EAM Dr S Jaishankar says, “The phrase which came to my mind was ‘Ulta chor kotwal ko daante…” as he responds to a question about comments by Canada’s NSA that India interferes in Canada’s domestic politics. pic.twitter.com/Sdq7bx4xHH
— ANI (@ANI) June 8, 2023
બીજી તરફ ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમરન મેકેએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ તેમના દેશમાં બનેલી ઘટનાના અહેવાલોથી હું ચોંકી ગયો છું કે જેમા કેનેડાએ ભારતીય વડા પ્રધાનની હત્યાની ઉજવણી કરી હતી. મેકેએ એક ટ્વિટમાં કહ્યું કેનેડામાં નફરત અથવા હિંસાના મહિમા માટે કોઈ સ્થાન નથી. હું આવી પ્રવૃત્તિઓની સખત નિંદા કરું છું.
પીએમ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના 9 વર્ષ પૂર્ણ થવા પર એસ જયશંકરે કહ્યું કે, “વિશ્વ, ખાસ કરીને ગ્લોબલ સાઉથ, ભારતને વિકાસ ભાગીદાર તરીકે એક વિશ્વસનીય, અસરકારક વિકાસ ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. વિશ્વ હવે ભારતને માત્ર ભાગીદાર તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે.