ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ દરમિયાન એક પછી એક 100થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગ એટલી ભયંકર હતી કે તેનો ધુમાડો 10 કિલોમીટર દૂરથી પણ દેખાતો હતો, જેના કારણે આખું શહેર દહેશતમાં આવી ગયું હતું.
🚨Massive fire in Vikas Nagar of Lucknow
The fire was so intense that was visible even from 10 km, with cylinder blasts turning hundreds of jhuggis into ashes.
Several hundred pets and cattle’s must have lost their lives … Om Shanti 🙏🏻 pic.twitter.com/LZod3TQ2SR
— Amitabh Chaudhary (@MithilaWaaala) April 16, 2026
સાંજના સમયે આગનો તાંડવ
મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે આશરે 4 વાગ્યે એક નાની ચિંગારીથી શરૂ થયેલી આગે જોતજોતામાં આખી ઝૂંપડપટ્ટીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઝૂંપડાઓમાં રાખેલા ગેસ સિલિન્ડરોમાં ધડાકા થવા લાગતા આગ વધુ વિકરાળ બની ગઈ હતી.
આગની લપેટો 30 ફૂટ સુધી ઊંચે ઉછળતી જોઈ આસપાસના લોકો પોતાના જીવ બચાવવા માટે ઘર છોડીને રસ્તા પર આવી ગયા હતા.
ફાયર બ્રિગેડ માટે મોટો પડકાર
આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ માટે અત્યંત જોખમી બની હતી. એક તરફ વિકરાળ આગને કાબૂમાં લેવાની અને બીજી તરફ સતત થતા સિલિન્ડર બ્લાસ્ટથી બચવાની ડબલ ચેલેન્જ હતી.
ફાયરકર્મીઓએ જીવના જોખમે કામ કરીને આગને આસપાસના પાકા મકાનો સુધી ફેલાતી અટકાવી હતી. લગભગ 8 કલાકની સતત મહેનત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
Alerts 🚨 India 🇮🇳
Tragedy struck Lucknow’s Vikas Nagar as a raging fire consumed more than 50 huts and triggered several gas cylinder explosions. Authorities are yet to confirm any casualties from the incident.pic.twitter.com/jjVWPRUFN5
— Terror Alerts (@Terroralerts007) April 15, 2026
ભારે નુકસાન, સેકડો પરિવાર બેઘર
આ ઘટનામાં માનવ જાનહાનિના કોઈ અહેવાલ નથી, જે રાહતની વાત છે. પરંતુ આશરે 1000થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે સેકડો પરિવારો બેઘર બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ આગમાં મરઘાં, બકરીઓ અને કૂતરા સહિત લગભગ 50 જેટલા અબોલ પશુઓ જીવતા ભુંજાઈ ગયા છે.
ભીડ ઉશ્કેરાઈ, પોલીસ પર પથરાવ
આગ બાદ પોતાના સ્વજનોને શોધવા માટે લોકો વ્યાકુળ બની ગયા હતા. કેટલાક લોકો આગની અંદર જવાની જીદ કરવા લાગ્યા, જેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ ગઈ અને પોલીસ તથા સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. આ અથડામણમાં 8થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel