કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે. શુક્રવાર (17 એપ્રિલ 2026)ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ મામલે કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે તેલંગાણા હાઇકોર્ટના આદેશ પર લગાવવામાં આવેલી રોક દૂર કરવાની તેમની માંગ ફગાવી દીધી છે.
સાથે જ, કોર્ટે તેમની જામીનની અવધિ 21 એપ્રિલ સુધી વધારવાની વિનંતી પણ સ્વીકારી નથી. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે હવે તેમને આસામની સંબંધિત કોર્ટમાં જ અરજી કરવી પડશે.
શું છે સમગ્ર વિવાદ?
આ કેસ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિનિકી ભુયાન સરમા દ્વારા નોંધાવેલી FIR સાથે જોડાયેલો છે. પવન ખેડા પર આરોપ છે કે તેમણે દાવો કર્યો હતો કે રિનિકી સરમા પાસે અનેક દેશોના પાસપોર્ટ છે.
આ આરોપોને આધારે આસામ પોલીસે છેતરપિંડી અને આપરાધિક કાવતરાં જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
દસ્તાવેજોમાં છેડછાડ પર કોર્ટ નારાજ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે પવન ખેડાએ તેલંગાણા હાઇકોર્ટમાં અધિકારક્ષેત્ર દર્શાવવા માટે શંકાસ્પદ દસ્તાવેજો રજૂ કર્યા હતા.
આરોપ છે કે તેમણે પોતાના આધાર કાર્ડ અને પત્નીના આધાર કાર્ડના ભાગોને જોડીને નવું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગંભીરતા દર્શાવી અને તેલંગાણા હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી હતી.
વકીલની દલીલ: ‘નાની ભૂલ’
પવન ખેડાની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી એ દલીલ કરી કે આ દસ્તાવેજી ભૂલ ઉતાવળમાં થઈ હતી અને પછી સુધારી લેવામાં આવી હતી. તેમણે વધુ સમય માગ્યો હતો જેથી પવન ખેડા આસામ કોર્ટમાં અરજી કરી શકે, પરંતુ કોર્ટએ આ વિનંતી નામંજૂર કરી.
આસામ પોલીસની કાર્યવાહી
આ કેસમાં આસામ પોલીસ સક્રિય બની છે અને દિલ્હી તથા હૈદરાબાદમાં દરોડા પાડી ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પવન ખેડા માટે આસામની કોર્ટમાં આત્મસમર્પણ કરવું અથવા આગોતરા જામીન માટે અરજી કરવી જરૂરી બની ગઈ છે.
આગળ શું?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેની ટિપ્પણીઓ આસામની કોર્ટના નિર્ણય પર અસર નહીં કરે. ત્યાંની અદાલત કેસના મેરિટ આધારે સ્વતંત્ર રીતે નિર્ણય લેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel