Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

પંજાબના મોહાલીમાં ગુરુવારે (7 મે) સવારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોહાલીના ખરાર નજીક આવેલી ‘વેસ્ટર્ન ટાવર્સ’ સોસાયટીમાં આઈટી પ્રોફેશનલ નિતિન ગોહલના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગોહલના સંબંધો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD અને અન્ય નજીકના સહયોગીઓ સાથે હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કાર્યવાહી દરમિયાન અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. EDની ટીમ સ્થળ પર પહોંચતા જ ટાવરના 906 નંબરના ફ્લેટમાંથી રોકડ ભરેલી બે બેગ નીચે ફેંકી દેવામાં આવી હતી. નવમા માળેથી ફેંકાયેલી આ બેગોમાંથી અંદાજે ₹21 લાખ રોકડ મળી આવી હતી. સોસાયટીમાં ફરવા નીકળેલા લોકોને ગ્રાઉન્ડમાં ₹500ની નોટોના બંડલ વિખેરાયેલા જોવા મળ્યા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પછીથી EDની ટીમે ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડ્રાઈવરને ઝડપી લીધો હતો અને રોકડ જપ્ત કરી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

12 સ્થળોએ એકસાથે કાર્યવાહી

આ ઑપરેશન માત્ર ખરાર સુધી મર્યાદિત નહોતું. EDએ ચંદીગઢના સેક્ટર-16, પટિયાલા અને મોહાલી સહિત કુલ 12 સ્થળોએ એકસાથે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

મોહાલીમાં બીર દેવિંદર સિંઘના ઠેકાણે પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

CM ભગવંત માનનો ઈન્કાર

આ મામલે મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં મીડિયા સાથે વાત કરતાં આ દરોડાઓ સાથે કોઈપણ પ્રકારના સંબંધનો ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ED અધિકારીઓ કોઈ જૂની કંપનીના મામલાની તપાસ કરી રહ્યા છે અને તેઓ તેમના કાર્ય માટે સ્વતંત્ર છે.

GMADA જમીન કૌભાંડ સાથે કનેક્શન

EDની આ કાર્યવાહી મુખ્યત્વે ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA)માં થયેલા જમીન કૌભાંડ અને લાયસન્સ ફ્રોડ સાથે જોડાયેલી છે. તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક બિલ્ડરોએ ખોટી રીતે ‘ચેન્જ ઓફ લેન્ડ યુઝ’ (CLU) લાયસન્સ મેળવ્યા હતા.

એજન્સીના રડાર પર સનટેક સિટી, અલ્ટસ બિલ્ડર્સ અને અજય સહગલ એન્ડ એસોસિએટ્સ જેવી કંપનીઓ છે, જેમણે રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે.

બિલ્ડર-રાજકીય કડીની શંકા

તપાસ એજન્સીને શંકા છે કે નિતિન ગોહલ જેવા મધ્યસ્થીઓ ડિફોલ્ટ બિલ્ડરો અને પ્રભાવશાળી રાજકીય હસ્તીઓ વચ્ચે કડી તરીકે કામ કરતા હતા. બિલ્ડરોએ જમીન વિકાસના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ સરકારને ચૂકવવાની ફી ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ રાજકીય સંરક્ષણ મેળવવા માટે થયો હતો કે નહીં તેની વિગતવાર તપાસ ચાલી રહી છે.

અગાઉ પણ EDનો સકંજો

છેલ્લા સમયમાં પંજાબમાં EDએ અનેક રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ પર કાર્યવાહી કરી છે. અગાઉ કેબિનેટ મંત્રી સંજીવ અરોરા અને રાજ્યસભા સભ્ય અશોક મિત્તલના ઠેકાણે પણ FEMA અને મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.