દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. અગાઉ CBI દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાંથી પકડાયા બે નવા આરોપીઓ
CBIએ ગુરુવારે (14 મે) દેશભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી બે આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા છે.
- એક આરોપી અહિલ્યાનગરથી
- બીજો આરોપી પુણેથી
આ બંનેની ઓળખ ધનંજય લોખંડે અને મનીષ વાઘમારે તરીકે થઈ છે. હાલ તેમની ચોક્કસ ભૂમિકા વિશે વધુ વિગતો બહાર આવી નથી.
અગાઉના આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર
આ પહેલાં પકડાયેલા પાંચ આરોપીઓને દિલ્હીની કોર્ટમાં સ્પેશિયલ CBI જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. CBIએ તેમના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કરીને તમામ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
આ દરમિયાન એજન્સી આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ કરી રહી છે.
#UPDATE | The Rouse Avenue court granted 7 days' custody of the 5 accused arrested in NEET-UG 2026 paper leak case. https://t.co/YBhM88Oytp
— ANI (@ANI) May 14, 2026
અલગ-અલગ શહેરોમાંથી થઈ ધરપકડ
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર નેટવર્ક દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલું હતું:
- જયપુરમાંથી 3 આરોપીઓ
- ગુરુગ્રામમાંથી 1 આરોપી
- નાશિકમાંથી 1 આરોપી (શુભમ)
નાશિકમાંથી પકડાયેલા આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યો હતો.
પરીક્ષા રદ બાદ CBIની તપાસ ચાલુ
NEET UG 2026ની પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી, પરંતુ પેપર લીક થવાના કારણે NTAએ તપાસ એજન્સીઓને કેસ સોંપ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ 12 મેના રોજ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.
હાલ CBI સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને વધુ ધરપકડોની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel