વ્હાઈટ હાઉસમાં તેઓનાં માનમાં ૨૨મી જૂને યોજાયેલા સ્ટેટ-ડીનર પછી, ૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ટોચના વ્યાપારીઓને તથા વ્યાપાર-વાણિજય સંસ્થાઓના ચીફ એકિઝક્યુટિવ ઓફીસર્સ (સીઈઓ) તથા ભારતીય વંશના અમેરિકી નાગરિકોને મળવાના છે. ત્યારબાદ તેઓ ઈજીપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ-અલ-સીસીનાં નિમંત્રણથી ઈજીપ્ત જવા રવાના થશે.
વોશિંગ્ટન સ્થિત રાજકારીઓના જણાવ્યા પ્રમામે ૧૦૦ ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર નીચે જનરલ ઈલેક્ટિક્સના એફ-૪૧૪ એરક્રાફ્ટ એન્જિન બનાવવાની દરખાસ્ત છે. અત્યારે કોંગ્રેસ (સંસદ)ની મંજૂરી માટે તે દરખાસ્ત કોંગ્રેસ સમક્ષ રજૂ થઈ ચૂકી છે. રાજદ્વારીઓ માને છે કે કોંગ્રેસ તેને મંજૂરી આપશે જ.
દરમિયાન વડાપ્રધાન મોદી ૨૨મી જૂને કોંગ્રેસનાં બંને ગૃહો હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. .
મોદી અને બાયડન બંને વચ્ચેની મુલાકાત દરમિયાન વિઝિટ-વિસા અને એચ-૧બી વીસા વિષે પણ મંત્રણા કરશે. આ પૂર્વે જણાવાયું હતું તેમ મોદી-બાયડન મંત્રણાનું ફોક્સ સ્વતંત્ર અને મુક્ત ઈન્ડોપેસિફિક વિસ્તાર રાખવા અંગે તેમજ યુક્રેન-રશિયા યુદ્ધ અંગે તથા વાઈવાન ઉપર ઝમુંખી રહેલા ચીનના ઓથાર જી-૨૦ અને ક્વોડ વિષે પણ મંત્રણા થવાની જ છે. તેમાં કેન્દ્ર સ્થાને ઈન્ડો પેસિફિક વિસ્તાર અને વિશેષત: હિન્દ મહાસાગરમાં વધી રહેલી ચીનની હરકતો ઉપર પણ સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કરાશે.
નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પૂર્વે ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત દોવલ અને અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાન તા. ૧૩મી જૂને દિલ્હીમાં મળવાના છે અને મોદી-બાયડન મંત્રણા માટેની કાર્યસૂચિ તૈયાર કરવાના છે. તે કાર્યસૂચિ એ પ્રમાણે તૈયાર કરાશે કે તે મંત્રણાઓ ફળદાયી બની રહે.
આ પૂર્વે વિપુવ દીને તા. ૨૧મી જૂને મોદી યુનોમાં પ્રવચન આપશે જેમાં ‘યોગ’ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
જૂનની ૨૩મીએ સાંજે તેઓ રોનાલ્ડ રીગન સેન્ટરમાં બિન નિવાસી ભારતીયોને સંબોધન કરશે તે પછી તેઓ ઈજીપ્ત જવા રવાના થશે તેમ વડાપ્રધાનના કાર્યાલયની યાદી જણાવે છે.